
નવસારી લોકસભા સીટને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા ની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
- Local News
- March 23, 2024
- No Comment
આગામી લોકસભાની ચૂંટણીને લઈને 25 નવસારી લોકસભા બેઠકના આયોજન માટે ભાજપ કાર્યાલય ખાતે ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને લોકસભા ચૂંટણી ના જવાબદાર પદાધિકારીઓ હાજર રહ્યા હતા
સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ લીડ આપતી નવસારી લોકસભા બેઠક માટે આગામી ચૂંટણી લક્ષી આયોજન માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા એ હાજર રહીને કાર્યકર્તાઓ ને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને સી આર પાટીલ સાહેબના આ સીટ 10 લાખથી વધુ માર્જિનથી જીતવાના સંકલ્પને સાકાર કરવા માટે કાર્યકરોને કામે લાગી જવા હકાલ કરી હતી
આ બેઠકમાં પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારી લોકસભાના સંયોજક અશોકભાઈ ધોરાજીયા, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ચોર્યાસી ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ ઉધના ધારાસભ્ય મનુભાઈ પટેલ લીંબાયત ના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ નવસારી લોકસભાના જિલ્લાના કોઓર્ડીનેટર જીગરભાઈ દેસાઈ સુરત મહાનગરના મહામંત્રી કિશોરભાઈ બિંદલ ,નવસારીના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ જીગ્નેશભાઈ નાયક સહિતના આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા