
નવસારી જિલ્લામાં લોકસભા ચૂંટણી સંદર્ભે કાર્યરત કંટ્રોલરૂમમાં એક સપ્તાહમાં ૧૩ ફરીયાદો મળી: તમામ ૧૩ ફરિયાદોનો સફળતા પુર્વક નિકાલ કરાયો
- Local News
- March 24, 2024
- No Comment
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર થતા જ સમગ્ર ગુજરાત સહિત નવસારી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા જિલ્લામાં વિવિધ ફ્લાઇંગ સ્કવોર્ડ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુઇંગ ટીમ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ, એકાઉન્ટીંગ ટીમ, એમસીસી, એમસીએમસી વગેરે ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે.
ચૂંટણી જાહેર થતા જ નવસારી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ભંગ થતો જણાય તો જાહેર જનતા આ બાબતે ફરિયાદ સરળતાથી કરી શકે તે માટે નવસારી જિલ્લા કક્ષાએ ચૂંટણી સંબંધી ફરિયાદ નિવારણ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા કંન્ટ્રોલ રૂમ નંબરઃ- ૦૨૬૩૭ ૨૬૦૫૦૦ અને ટોલ ફ્રી નંબર-૧૮૦૦-૨૩૩-૨૬૨૭, જિલ્લા ડિસ્ટ્રીકટ કોન્ટેકટ સેન્ટર (DCC) હેલ્પલાઈન નંબરઃ- ૧૯૫૦ પર સંપર્ક સાધી શકાય છે.
જિલ્લામાંથી નાગરિકો/મતદારો/રાજકીય પક્ષો/ઉમેદવારો વગેરે દ્વારા મળતી ફરીયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં કંન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયાના એક સપ્તાહમાં હોર્ડીંગ અને પોસ્ટર સંબંધીત ચૂંટણીલક્ષી ૧૦ ફરીયાદો મળી હતી. અને ૩ ફરિયાદો ટોલ ફ્રી નંબર મારફત મળી . જેમાંથી તમામ ૧૩ ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત આદર્શ આચારસંહિતા અમલનાં ભાગ રૂપે નવસારી જિલ્લામાં પબ્લિક પ્રોપર્ટીમાંથી કુલ ૨૫૫૩ અને પબ્લિક પ્રોપર્ટીમાંથી ૧૦૩૭ પ્રચાર સામગ્રી દુર કરવામા આવી છે.