
બીલીમોરા ખાતે સનાતની નવું વર્ષ ગુડી પાડવા અને ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે ગૌ સેવકો તરફથી પ્રતિષ્ઠા રૂપ સમર્થન રેલીનું આયોજન કરવામાં આવુ હતું
- Local News
- April 10, 2024
- No Comment
નવસારી જિલ્લાના ગૌસેવા સંસ્થાન બીલીમોરા અને સનાતની રક્ષા દલ દ્વારા સનાતની નવું વર્ષ ગુડી પાડવા અને ગૌમાતા રાષ્ટ્રમાતા માટે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ સનાતની નવું વર્ષ ગુડી પાડવા અને ગૌમાતા રાષ્ટ્રમાતા શોભાયાત્રા ને સફળ બનાવી હતી. “ગૌમાતા રાષ્ટ્રમાતા”, “હર હર મહાદેવ”, “દરેક જીવમા શિવ છે.” ના નારાથી સમગ્ર શોભાયાત્રાનો માહોલ ગુજી ઉઠયો હતો.
બીલીમોરા શહેર ખાતે તારીખ ૦૯/૦૪/૨૦૨૪ ને મંગળવારના સમય ૪.૦૦ કલાકે રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.સોમનાથ મંદિર પાસે ગંગામાતા મંદિર થી આતલીયા સર્કલ થી ગૌ સેવા સંસ્થાન સુધી ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે ગૌ સેવકો તરફથી ગૌ માતા ના પ્રતિષ્ઠારૂપ સમર્થન રેલી કરી હતી અને આ રેલીમાં ગૌ સેવા સંસ્થાન બીલીમોરા, સનાતની રક્ષા દલ, શ્રી કૃષ્ણા ફાઉન્ડેશન ડુંગરી (વલસાડ), માઁ કાળી અતુલ આર્મી સેવા ગ્રુપ,બી. એમ બોયઝ, દેવસરના ગણરાજ, એકદંત ગ્રુપ, ઉત્તર ભારતીય સેવા સમિતિ, અગ્નિવીર હિન્દુ સંગઠન, કરણી સેના ભારત વલસાડ, દુર્ગા શકિત ગ્રુપ,અગ્નવીર હિંદુ સંગઠન તેમજ દેવસરના ગણરાજ ગૃપ, સોમનાથ મંદિર ટ્રસ્ટ ના આગેવાનો, વાઇલ્ડલાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારી તથા ગામના સામાજિક નાગરિકો અને સંગઠનના પદધિકારીયો, કાર્યકરો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.
બીલીમોરા ગંગા માતા મંદિર ની ગંગા માતાજી ની મૂર્તિ ને પુષ્પહાર પહેરાવીને ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એવો સંકલ્પ કરી શોભાયાત્રા આરંભ થઈ હતી.આ કાર્યક્રમ ના શોભાયાત્રા ગૌ સેવા સંસ્થાન બીલીમોરા, સનાતની રક્ષા દલ સંચાલન. રાષ્ટ્રીય અધ્યક્ષ બળવંત ઠાકુર તથા ગૌ સેવક ભાવેશ રાઠોડ, સંજય આર પટેલ,સિદ્ધ પટેલ,મુકેશ આર પટેલ, નિર્મલ પટેલ, વત્સલ પટેલ, ધુવ પટેલ, જયેશ ગાંધી, શ્રેયસ પટેલ,હાર્દિક ગજરા,અર્પિત પટેલ, ચિરાગ નાયકા, મિહિર ટડેલ,રાકેશ પટેલ,હેનીલ આર આહિર, સીતારામ પ્રજાપતિ,સુનિલ રાઠોડ,કેતુલ બારોટ,નિર્ભય રાવલ,ભાવેશ પટેલ, રિતેશ રાઠોડ તેમજ બીલીમોરા અને બીલીમોરા શહેરના નાગરિકો રેલીમાં જોડાયા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં રેલીનું સમાપન થયું હતું.ગૌ માતા ની આરતી કરીને રેલીનો કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.