‘હું મતદાન કરીશ’ના સંકલ્પના રંગે રંગાયું નવસારી…!! ફ્લેશમોબની માનવ આકૃતિ દ્વારા “મતદાન જાગૃતિનો અનોખો સંદેશ…

‘હું મતદાન કરીશ’ના સંકલ્પના રંગે રંગાયું નવસારી…!! ફ્લેશમોબની માનવ આકૃતિ દ્વારા “મતદાન જાગૃતિનો અનોખો સંદેશ…

બાળકોની રચનાત્મક દ્રષ્ટી દ્વારા મતદાન જાગૃતિ અર્થે દોરવામાં આવેલા ચિત્રોની પ્રદર્શની પણ આકર્ષણનું કેન્દ્ર બની

લોકસભા ૨૦૨૪ની ચૂંટણી માટે મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે મતદારોની સહભાગી વધારવા નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેર અને તેના દરેક ગામડાઓમાંથી વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે સતત અવનવા કાર્યક્રમ્પો યોજી નાગરિકોને મતદાન કરવા જાગૃત કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં નવસારી જિલ્લાના દરેક નાગરિક આ મહાયજ્ઞમાં ભાગ લે તે માટે આજરોજ સ્વીપ પ્રવૃતિ અંતર્ગત ફ્લેશ લાઇટ મોબ અને મતદાન જાગૃતિ ચિત્ર પ્રદર્શનીનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

લુન્સીકુઇ ખાતે સંધ્યા કાળે આયોજીત આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના શીક્ષકો દ્વારા મોબાઇલ ફ્લેશ લાઇટના ઉપયોગથી સંગઠિત થઇને કલાત્મક માનવ સાકળ રચી મતદાન જાગૃતિ આકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સાથે મતદાન કરવા પ્રેરિત કરતા સુત્રોથી સમગ્ર લુન્સીકુઈ ગ્રાઉન્ડ હું ચોક્કસ મતદાન કરીશ ના રંગે રગાયું હતું. આ કલાત્મક રચનાઓ મોડી સાંજ થતા આકર્ષક રીતે અંધકારમાં પ્રકાશ ફેલાવી રહી હતી. આ સમગ્ર પ્રવૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો માટે રોચક અનુભવ સમાન હતી.

આ ઉપરાંત કાર્યક્રમમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અર્થે દોરવામાં આવેલા ચિત્રોની પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોની રચનાત્મક દ્રષ્ટી દ્વારા પાઠવવામાં આવેલા મતદાનના સંદેશ પણ ધ્યાનઆકર્ષક બન્યા હતા.

ફ્લેશ મોબ અને ચિત્ર પ્રદર્શની મારફત નાગરિકોને મતદાન અંગે જાણકારી આપી અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં મતદાન જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ મતદાન થાય તેવો હતો.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા,વાંસદા પ્રયોજના વહીવટદારશ્રી આનંદુ સુરેશ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિયંકા પટેલ,જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ ચૌધરી સહિત વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં શિક્ષકો,વિવિધ અધિકારી-કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

મોબાઇલ ફ્લેશ લાઇટના ઉપયોગથી કલાત્મક માનવ સાકળ રચી મતદાન જાગૃતિ આકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું

Related post

આંતરરાજ્ય મોબાઇલ ચોર: નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં મોબાઇલ ચોરી કરી વેચાણ કરનાર આરોપીને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી ટીમ

આંતરરાજ્ય મોબાઇલ ચોર: નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત સહિત…

નવસારી જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં ઠેક ઠેકાણે નાગરિકોના મોબાઈલ ચોરીની ફરિયાદો વ્યાપક પણે થઈ હતી આ ગુના ઉકેલ માટે જિલ્લા પોલીસ…
નવસારીના કુલીન પરિવારના તેજસ્વી યુવાન તબીબ ધરવ શેખર પરીખે દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા

નવસારીના કુલીન પરિવારના તેજસ્વી યુવાન તબીબ ધરવ શેખર પરીખે…

નવસારીના તેજસ્વી યુવાન ડોક્ટર ધરવ શેખર પરીખ ધ્વારા દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા થયા…
રેડક્રોસ નવસારીના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બિન તબીબ વ્યક્તિ એવા ચેરમેન પદે તુષારકાંત દેસાઈ ની વરણી

રેડક્રોસ નવસારીના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બિન તબીબ વ્યક્તિ…

નવસારી જિલ્લામાં છેલ્લા 50 વર્ષથી માનવસેવા ને ઉજાગર કરતી અને તબીબી જગત માટે કરોડરજ્જુ બની રહેલી નવસારી રેડક્રોસના ઇતિહાસમાં તબીબ ન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *