નવસારી સંસદીય મત વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે નીમાયેલા માઇક્રો ઓબ્ઝર્વરોની તાલીમ યોજાઇ 

નવસારી સંસદીય મત વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે નીમાયેલા માઇક્રો ઓબ્ઝર્વરોની તાલીમ યોજાઇ 

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ૨૫ નવસારી સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સરળતા રીતે સંપન્ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતા બહાર પાડવામાં આવી છે. જે અન્વયે લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ દરમ્યાન સરકારી અધિકારીઓને ફરજના ભાગરૂપે વિવિધ કામગીરી સોંપવામાં આવી છે. નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ક્ષિપ્રા આગ્રે દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી અર્થે સરકારી અધિકારીઓને વિધાનસભા વાઇઝ માઇક્રો ઓબ્ઝર્વર તરીકે નિમણુક કરવામાં આવતા તેઓને સોંપવામાં આવેલી કામગીરી બાબતની તાલીમ નવસારી કૃષિ યુનીવર્સીટીના સેન્ટ્રલ એક્ષામ્નિશેન હોલ ખાતે રાખવામાં આવેલ હતી.

જેમાં ૨૫-નવસારી સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રીમતી બી.બી. કાવેરીએ (IAS) માઇક્રો ઓબ્ઝર્વરોને ચૂંટણીની કામગીરી અને જવાબદારીઓ બાબતે સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.નિમણુક પામેલા માઇક્રો ઓબ્ઝર્વરોને ડિસ્ટ્રીકટ લેવલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિયંકા પટેલ દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ.

૨૫ નવસારી સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રીમતી બી.બી. કાવેરી (IAS) દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન અપાયું 

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *