ગુજરાત રાજ્ય ધોરણ 12 ના જાહેર થયેલા વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામમાં નવસારી જિલ્લાનો વિજ્ઞાન પ્રવાહ 94.34% તથા સામાન્ય પ્રવાહનું પરિણામ 85.76%

ગુજરાત રાજ્ય ધોરણ 12 ના જાહેર થયેલા વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામમાં નવસારી જિલ્લાનો વિજ્ઞાન પ્રવાહ 94.34% તથા સામાન્ય પ્રવાહનું પરિણામ 85.76%

નવસારી જિલ્લામાં આજે ગુજરાત બોર્ડના ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં 4010 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 94.34% અને સામાન્ય પ્રવાહમાં 7183 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા સામાન્ય પ્રવાહનું પરિણામ 85.76% આવ્યું છે નવસારી જિલ્લાના વિજ્ઞાન પ્રવાહમાં એ વન ગ્રેડમાં 62 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જ્યારે સામાન્ય પ્રવાહના પણ 62 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

નવસારીની જાણીતી એબી સ્કૂલના સામાન્ય પ્રવાહનું પરિણામ પણ સો ટકા આવ્યું છે

દક્ષિણ ગુજરાતની ખૂબ જ જાણીતી અને સતત પરિણામમાં ટોચે રહેતી એબી સ્કૂલ નું પરિણામ નેત્રદીપક રહેવા પામ્યું છે આ શાળાના 41 વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં ઝડપથી સિદ્ધિ મેળવી ચૂક્યા છે જેમાં ધ્રુવીશકુમાર ટંડેલ કુલ 500 ગુણ માંથી 483 ગુણ મેળવી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે જાણીતી આ એબી સ્કૂલના 185 વિદ્યાર્થીઓએ એ ટુ ગેડમાં સ્થાન મેળવ્યું છે આજ શાળાની તેજસ્વી વિદ્યાર્થીની ક્રિષા એન કોરાટે ગુજકેટની પરીક્ષામાં 120 માંથી 120 ગુણ મેળવ્યા છે જ્યારે આ એબી સ્કૂલના 78 વિદ્યાર્થીઓએ 100 કરતાં વધારે ગુણ મેળવ્યા છે.

નવસારી ની જાણીતી ગુજરાતી માધ્યમ શાળા શેઠ હીરાલાલ છોટાલાલ પારેખ નવસારી હાઇસ્કુલ નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સો ટકા આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૬ ટકા છે આ શાળાની વિદ્યાર્થીની વાણી હેમંત જ્ઞાનેશ્વર એ વન ગ્રેડ અને કુમારી રિયા કમલેશ ઠાકોર એ પણ એ વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે સામાન્ય પ્રવાહમાં એ વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓમાં રોશની વિજય પટેલ અનેરી વિજય પંડ્યા બબલુ ભેરૂલાલ કુમાવત અને કુમારી ક્રિના કેતન પટેલ એ વન ગ્રેડ મેળવ્યો છે

 

નવસારીની જાણીતી ડિવાઇન સ્કૂલ નું  પરિણામ પણ 98 ટકા આવ્યું છે

નવસારી ની જાણીતી ડિવાઇન ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ બંનેનું પરિણામ 98% જેટલું આવ્યું છે ડિવાઇન શાળાના વિજ્ઞાન પ્રવાહમાં બે વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં અને બે વિદ્યાર્થીઓ કોમર્સ વિભાગના એ વન ગ્રેડ મેળવ્યો છે વિજ્ઞાન પ્રવાહમાં 15 વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં અને સામાન્ય પ્રવાહમાં 20 વિદ્યાર્થીઓ ન થયા છે આ શાળાની વિદ્યાર્થીની નીતિ પટેલે એકાઉન્ટ વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે

નવસારીની પ્રાચીન અને જાણીતી પરિણામ લક્ષી શાળા શેઠ આરજે સ્કૂલના વિજ્ઞાન પ્રવાહમાં ૯૬.૩૬ ટકા પરિણામ સાથે શાળામાં પ્રથમ ક્રમે મોક્ષ કુમાર બી પટેલ 89.69 ટકા પ્રાપ્ત કર્યા છે જ્યારે અન્ય પાંચ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે શેઠ આર જે જે શાળાના કોમર્સ વિભાગ નું પરિણામ સો ટકા આવ્યું છે જેમાં એ વન ગ્રેડ પ્રાપ્ત કરનારા છ વિદ્યાર્થીઓમાં જતીન પ્રભાકર મરાઠે શૌર્ય નિલેશ શાહ તેજસ રમેશભાઈ જાદવ કુમારી ફાઈ મા શેખ કુમારી પ્રિયા ઇશ્વરભાઇ પ્રજાપતિ અને આસોદરીયા હર્ષકુમાર કમલેશભાઈએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે

નવસારીની જાણીતી ટાટા ગર્લ્સ સ્કુલના કોમર્સ પ્રવાહ મા કુમારી આમળા દિલદાર ખાન પઠાણ તેમજ ફિરોઝા ફિરોઝ શેખ તથા માધવી રાજેશ ટંડેલ અને સાનિયા ઉસ્માનીએ એ વન ગ્રેડ મેળવ્યો છે

ગુરુકુળ સુપા ખાતે આવેલી પૂર્ણા કિનારાની ગુરુકુળ સુપા આશ્રમ તરીકે જાણીતી મહર્ષિ દયાનંદ શાળા નું પરિણામ 100% આવ્યું છે આ શાળાના કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓ નકુમ પાર્થિક દાદુભાઇએ શાળા પ્રથમ રહી 84.46 ટકા ગુણ મેળવ્યા છે

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શેરબજારમાં હોળીની ઉજવણીમાં ઘટાડો જોવા મળ્યો, મધ્ય પૂર્વના તણાવને કારણે સેન્સેક્સ 1,539 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી પણ તૂટી પડ્યો

શેરબજારમાં હોળીની ઉજવણીમાં ઘટાડો જોવા મળ્યો, મધ્ય પૂર્વના તણાવને…

ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓએ સમગ્ર મધ્ય પૂર્વને સંપૂર્ણ યુદ્ધમાં ધકેલી દીધું છે. મોટા હુમલાઓએ રોકાણકારોને ચિંતામાં મૂકી દીધા છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *