ગુજરાત બોર્ડનું ધોરણ 10નું  82.56 ટકા પરિણામ આવ્યું, નવસારી જિલ્લાનું ધોરણ 10 બોર્ડનું 82.95% પરિણામ આવ્યું

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 82.56 ટકા પરિણામ આવ્યું, નવસારી જિલ્લાનું ધોરણ 10 બોર્ડનું 82.95% પરિણામ આવ્યું

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બાદ આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. પાછલા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પરિણામની ટકાવારી ઊંચી રહી છે.આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયુ છે. વિદ્યાર્થીઓની મહેનતનું ખૂબ જ સારુ પરિણામ મળ્યું છે. રાજ્યમાં ફરી એકવાર દીકરીએ ડંકો વગાડ્યો છે. વિદ્યાર્થિનીઓનું 86.69 ટકા અને વિદ્યાર્થીઓનું 79.12 ટકા પરિણામ આવ્યું છે.ત્યારે નવસારી જિલ્લાનું ધોરણ 10 બોર્ડનું 82.95% પરિણામ આવ્યું છે.

એ.બી સ્કૂલ નવસારી જિલ્લાભરમાં એગ્રસર રહી

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024 માં લેવાયેલ ધોરણ 10 પરીક્ષા 2024 નું પરિઁણામ તારીખ 11/05/2024 ને શનિવારના રોજ ઓનલાઇન જાહેર થયેલું છે.સમગ્ર નવસારી જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર 576 વિદ્યાર્થીઓ છે જેમાંથી  એ બી સ્કુલ ના 211 વિદ્યાર્થીઓ છે જેમાં પટેલ ઋષિતા ઉમેશભાઇ એ 600 માંથી 592 ગુણ સાથે 98.67% સાથે સમગ્ર રાજ્યમાં તથા નવસારી જિલ્લામાં અગ્રેસર રહી એ બી સ્કુલનું તેમજ નવસારીનું ગૌરવ વધાર્યું છે. તેમજ A2 ગ્રેડના 235 વિદ્યાર્થીઓએ બી સ્કુલ ના રહી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અને દર વર્ષની જેમ એ બી સ્કુલ એ પોતાનો દબદબો જાળવી રાખેલ છે. એ બી સ્કુલનાં ધોરણ 10 નાં 667 વિદ્યાર્થી માંથી 666 વિદ્યાર્થીઓ માર્ચ 2024 માં લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે તેમજ 4 વિદ્યાર્થીઓએ 99.99 PR પ્રાપ્ત કરી રાજ્યમાં મોખરે રહી શાળાનું ગૌરવ વધાર્યું છે.

સમગ્ર શાળામાં ખુશીનો માહોલ છવાયો છે.એ બી સ્કુલ પરતાપોર ગુજરાતી માધ્યમનું પરિણામ 99.57% તથા અંગ્રેજી માધ્યમનું 100% અને એ બી ચીખલીનું ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમનું 100% પરિણામ પ્રાપ્ત કરી  એ બી સ્કુલ દર વર્ષની જેમ પોતાનો દબદબો જાળવી રાખેલ છે શાળાના ટ્રસ્ટીઓ માર્ગદર્શન, અને શિક્ષકોના પરિશ્રમ અને વિદ્યાર્થીઓની અથાગ મહેનત અને વાલીઓ ના સહકારના પરિણામે આવું ઐતિહાસિક રીઝલ્ટ પ્રાપ્ત કરી શાળાનું નામ સમગ્ર જિલ્લામાં ફરી રોશન કર્યું છે. આ ઉચ્ચ સિધ્ધી મેળવનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ ઉત્તીર્ણ થતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળા પરિવાર હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે.

શેઠ આર.જે.જે. હાઈ.,નવસારી (ગુજ.મીડી.) ધોરણ10 બોર્ડની પરીક્ષામાં મેળવેલ જવલંત સિદ્ધિ પ્રાપ્ત કરી

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024 માં લેવાયેલ ધોરણ 10 પરીક્ષા 2024 નું શેઠ.આર.જે. જે.હાઈસ્કૂલ નવસારીએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. શાળામાંથી A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ આ પ્રમાણે છે.

(1) ઢીમ્મર હની.કે 96.3% (2) ગોસ્વામી. હાર્દિ.એસ 96.17 %(3) શેલડિયા હેત.એચ. 95.67% (4) સોની માધવ.એચ. 95.%(5) મિસ્ત્રી મીતિ.કે 93.5%(6) રાણા જશ.બી.93.33 %(7) ઢીમ્મર હર્ષિત.પી. 93.%(8) ગજ્જર શ્રેયા.જે. 92.83%(8) રત્નાની સ્મિત.એન 92.83% (9)સોલંકી જનક.બી.92.83%(10) મહેતા રાજવી.કે. 92.67% (11) મિસ્ત્રી અવિકા.એમ. 92.67%(12) મિસ્ત્રી ખુશ્બુ.એન. 92.33%(13) દેસાઈ વાન્શી.એસ. 92.%(14) મલેક ફરહાન.એસ. 91.67% (15) ઢીમ્મર વિદ્યા.પી 91.67%(16) પટેલ. રિદ્ધિ.કે 91.5%(17) શેખ રાબિયાબાનું. એ. 91.33%(18) વૈદ્ય જહાનવી.એમ.91.%

શાળાનાં A 2 ગ્રેડ મેળવનાર કુલ 31 વિદ્યાર્થીઓ, B 1 ગ્રેડમાં -25, B 2 ગ્રેડ -16, C1 ગ્રેડ -07 આ તમામ વિધાર્થીઓએ શાળાને પ્રશંસનીય સિદ્ધિ અપાવી, નવસારી જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું છે. આ સાથે શાળાનું રીઝલ્ટ 100. % આવ્યું છે. S.S.C. બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર શાળાનાં તમામ વિધાર્થીઓને આચાર્ય અમીષ મહેતા તથા શાળા મેનેજમેન્ટ અને શિક્ષકમિત્રો અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *