ધોરણ 6 થી કોલેજ ના વિદ્યાર્થીઓની ગ્રામ્ય લોકજીવન વિષય ઉપર વારલી ચિત્ર સ્પર્ધા યોજાઈ

ધોરણ 6 થી કોલેજ ના વિદ્યાર્થીઓની ગ્રામ્ય લોકજીવન વિષય ઉપર વારલી ચિત્ર સ્પર્ધા યોજાઈ

ચિત્ર શિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય તથા સંસ્કાર ભારતી, વલસાડ અને વારલી ચિત્રકળા સંવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારાનાં સંયુકત ઉપક્રમે તાજેતરમાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલ, હાંસાપુર ખાતે ધોરણ 6 થી કોલેજ કક્ષાનાં વિદ્યાર્થીઓ માટે વારલી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

ગ્રામ્ય લોકજીવન વિષય પર વારલી ચિત્ર સ્પર્ધા સ્પર્ધાનું આયોજન ત્રણ વિભાગમાં – ધો. 6 થી 8, ધો. 9 થી 10 અને ધો. 11 થી કોલેજ નાં વિદ્યાર્થીનીઓ માટે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 20 જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ત્રણે વિભાગમાં એક થી ત્રણ ક્રમમાં વિજેતા વિદ્યાર્થીઓને ચિત્ર શિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય તરફથી સિલ્ડ, પ્રમાણપત્ર તથા વારલી ચિત્રકળા સંવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારા તરફથી એક થી ત્રણ નંબરને અનુક્રમે 1000,800 અને 500 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

ચિત્ર શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલ શિક્ષકો અને પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન ચિત્ર શિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન વારલી ચિત્રકળા સંવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ યોગેશભાઈ ચૌધરી, ઉપપ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રી જીતેન્દ્રભાઈ પરમાર, સહમંત્રી મહેશભાઈ ચૌધરી, ખજાનચી અનિલભાઈ ચૌધરી અને સભ્ય નિકુંજભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *