
રેડક્રોસ નવસારીના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બિન તબીબ વ્યક્તિ એવા ચેરમેન પદે તુષારકાંત દેસાઈ ની વરણી
- Local News
- May 14, 2024
- No Comment
નવસારી જિલ્લામાં છેલ્લા 50 વર્ષથી માનવસેવા ને ઉજાગર કરતી અને તબીબી જગત માટે કરોડરજ્જુ બની રહેલી નવસારી રેડક્રોસના ઇતિહાસમાં તબીબ ન હોય તેવી વ્યક્તિ ચેરમેન પદે વરણી થવા પામી છે ચેરમેન પદે વરણી પામેલા તુષાર કાંત દેસાઈ નવસારી કેળવણી મંડળના પ્રમુખ બેન્ક ઓફ બરોડા ના ભૂતપૂર્વ પ્રાદેશિક મેનેજર અને ગિરિજા સિનિયર સીટીઝન લાઈબ્રેરીના ચાલક બળ છે.
વાઇસ ચેરમેન તરીકે ભૂતપૂર્વ આચાર્ય પ્રોફેસર ડો.જયંતીભાઈ નાયક તેમજ મંત્રી પદે ધર્મેશ કાપડિયા યથાવત રહ્યા છે જ્યારે સહમંત્રી તરીકે જિલ્લા આહીર સમાજના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રોફેસર સંજય આહીર ની વર્ણી થઈ છે ખજાનચી તરીકે દિપક જેરામ પટેલ કોથમડી યથાવત છે.
રેડક્રોસ નવસારી ના ભવન માટે પાર્કિંગ સાથે અનેક જરૂરિયાતો આગામી દિવસોમાં ઊભી થનાર છે ત્યારે નવ નિયુક્ત ટીમ અને રેડક્રોસ ના શુભેચ્છકો એક મંચે એક સુરે કામ કરશે તો પરિણામ લક્ષી ભગીરથ કાર્ય થશે
રેડક્રોસના તાતી જરૂરિયાતના કામો આ મુજબ છે
• સરકાર તરફથી જમીન ફાળવવામાં આવી છે માત્ર કબજો મેળવવાનો બાકી છે.
૧.વિકલાંગ સહાય કેંદ્ર
૨.થેલેસીમીયા સલાહ કેન્દ્ર
૩.બ્લડ બેંક વિસ્તરીકરણ
૪.સેમિનાર હોલ
૫.પેરામેડિકલ,હેલ્થકેર એટેન્ડન્ટ, નર્સિંગ કોર્ષ
૫૦% જેટલુ બ્લડ સિવિલ હોસ્પિટલ, થેલેસિમિયા, સિકલસેલ, ડાયાલિસીસ વગેરે દર્દીઓ ને વિના મૂલ્યે કે રાહત દરે આપવામાં આવે છે. છેલ્લા ૩ વર્ષ માં રૂપિયા ૨ કરોડથી પણ વધુનું બ્લડ વિના મૂલ્યે કે રાહત દરે આપવામાં આવ્યું છે.
જમીન નો કબજો મળતાં નવું બિલ્ડીંગ ઊભી કરવા ફંડ ની જરૂરિયાત ઉભી થશે.
૧.પાર્કિંગ
૨.ડીઝસ્ટર મેનેજમેન્ટ ગોડાઉન
૩.જેરીયાટ્રીક (ઘડપણ સંચાલન) કેન્દ્ર
૪.સીકલસેલ સારવાર કેન્દ્ર
વાઈસ ચેરમેન તરીકે પ્રો ડો જયંતીભાઈ નાયક, મંત્રી પદે શિક્ષણ વિદ ધર્મેશ કાપડિયા તથા સહમંત્રી પદે પ્રોફેસર સંજય આહીર ની વરણી