નવસારીના કુલીન પરિવારના તેજસ્વી યુવાન તબીબ ધરવ શેખર પરીખે દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા
- Local News
- May 16, 2024
- No Comment
નવસારીના તેજસ્વી યુવાન ડોક્ટર ધરવ શેખર પરીખ ધ્વારા દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા થયા અંગે ઉપરોક્ત આઘાતજનક બનાવની વિગત એમ છે કે ખારા અબ્રામા ના વતની અને હાલ દુધિયા તળાવ ખાતે લેઈક વ્યૂ એપાર્ટમેન્ટ ખાતે રહેતા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા આગેવાન શેખર પરીખ ના એકમાત્ર પુત્ર ડોક્ટર ધરવ શેખર પરીખ પોંડીચેરી ખાતે એમએસ ઓર્થોપેડિક થઈ કોચી ખાતે વ્યવસાય અને વધુ શિક્ષણ લેતો હતો ડોક્ટર ધરવ ના લગ્ન જમ્મુ કાશ્મીરના બ્રાહ્મણ પરિવાર ની દીકરી અને વ્યવસાય તબીબ એવી ડોક્ટર મોનિકા જોડે છ માસ પહેલા જ થયા હતા. જાન લઈને પરિવાર અને સ્વજનો જમ્મુ કાશ્મીર જઈને રંગે ચંગે લગ્ન કર્યા હતા ત્યારબાદ નવસારીમાં શેખર પરીખ પરિવાર દ્વારા રિસેપ્શન પણ યોજાયું હતું

ગત સોમ અથવા મંગળવારના રોજ સાંજે કહે છે કે હું આત્મહત્યા કરું છું એવું લખાણ લખી દક્ષિણ ભારતના કોચી શહેરની નદી જે સાગરને મળે છે ત્યાંના પુલ પરથી ડોક્ટર ધરવ પરીખે નદીમાં ઝંપલાવી દીધું હતું કોચી ખાતેથી આવા આઘાતજનક એકમાત્ર પુત્રના સમાચાર મળતા જ માતા પિતા અને સ્વજનો કોચી ખાતે ઘસી ગયા છે પ્રાપ્ત સમાચાર મુજબ હાલ પણ લાપતા ડોક્ટર ધરવ પરીખ ના કોઈ સગડ મળ્યા નથી
લાપતા એવા ડોક્ટર ધરવ શેખર પરીખ ની શોધ ભારતીય નૌકાદળ અને કોચી પોલીસ સતત શોધ ખોળ છતા કોઈ સગડ મળ્યા નથી