
આંતરરાજ્ય મોબાઇલ ચોર: નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં મોબાઇલ ચોરી કરી વેચાણ કરનાર આરોપીને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી ટીમ
- Local News
- May 18, 2024
- No Comment
નવસારી જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં ઠેક ઠેકાણે નાગરિકોના મોબાઈલ ચોરીની ફરિયાદો વ્યાપક પણે થઈ હતી આ ગુના ઉકેલ માટે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ એ નવસારી એસઓજી તેમના પી.આઈ વી કે જાડેજા ને વધતા જતા આ ગંભીર ગુનાઓનો ઉકેલ લાવવા તથા આરોપીને ઝડપવા ખાસ ટીમ બનાવવાની સૂચના આપી હતી.
નવસારી જિલ્લા છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ચોરી ગુનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નવસારી જિલ્લા અલગ અલગ પોલીસ સ્ટેશન આ અંગે ગુના નોંધાવા પામ્યા છે ત્યારે આ ગુના ભેદ ઉકેલ પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ટીમો ભેદ ઉકેલ લાવવા કામગીરી હાથ ધરાઈ હતી. નવસારી એ.ઓ.જી ટીમને એક બાતમી મળી હતી નવસારી માંથી ચોરાયેલ સુરતના સચીન ખાતે રહેતા એક વ્યકિત રહ્યો છે
જે અંગે બાતમી હતી કે નવસારીના નેશનલ હાઈવે 48 ઉપર આવેલ સીસોદ્રા ગામના ઓવરબ્રીજ નીચે ચોરીના મોબાઈલ સાથે એક ઈસમ આવનાર છે જે બાતમી મળતા વોચ ગોઠવી હતી તે ઈસમ આવતા તેને પકડી તપાસ કરતા નવસારી એસઓજી ટીમને સંખ્યાબંધ મોબાઇલ તેની પાસે મળી આવે જે અંગે પ્રાથમિક પૂછપરછ કરતા તે ગલાતલા કરવા લાગે આરોપી પકડી લાવી પુછપરછ કરતા ચોરી કરેલ મોબાઈલ વેચાણ કરતો હોવાનું કબૂલાત કરેલ હતી.
ઉપરોક્ત બનાવ ની વિગત એમ છે કે નવસારી જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં ઠેક ઠેકાણે નાગરિકોના મોબાઈલ ચોરીની ફરિયાદો વ્યાપક પણે થઈ હતી નવસારી એસ ઓ જી પી આઈ વી જે જાડેજા ની સૂચના મુજબ પીએસઆઇ ડીએમ રાઠોડ તથા પીએસઆઇ ચિત્તે અને પોલીસ કોન્સ્ટેબલ ધીરજભાઈ રત્નાભાઇ રાજુભાઈ બચુભાઈ તથા પ્રશાંતસિંહ બહાદુરને તપાસ કરતા સચિન ગામ ખાતે સાઈનાથ સોસાયટીમાં રહેતો મૂળ બિહારનો એવો ઈસમ મુન્ના મુસ્તાક નવસારીના નેશનલ હાઈવે ગણેશ સિસોદ્રા નજીક ચોરીના મોબાઈલો વેચાણ માટે આવે છે એમ બાતમી મળતા તેને ઝડપી લીધો હતો
નવસારી એસ.ઓ.જી પોલીસ મજકુર આશરે 2 મહીના પહેલા સુરત ખાતે રહેતા અવિનાશ રાજનાથ તેમજ સુનીલ રાજનાથ નાઓ મોબાઈલ ચોરી સુરત શહેર તેમજ નવસારી જીલ્લા ખાતે કરતા હોય અને પોતાના મિત્ર હોય તેની પાસેથી ચોરી કરેલ અલગ-અલગ આઈફોન-ઓપ્પો-વીવો-સેમસંગ વિગેરે કંપનીના અલગ-અલગ 15 મોબાઈલ ફોન લીધેલા હોવાની કબુલાત કરેલ છે
આરોપી મુન્નામુસ્તાક મોહમદ રહેમુદ્દીન ઉવ.29 ધંધો-મજુરી રહે-સાંઈનાથ સોસાયટી સચીન મુળ રહે-સસોલા તા-સુપ્પી જીલ્લો-સીતામઢી મુસ્તાક ને પોલીસે કડકાઈ પુછપરછ માં કબુલાતમાં 15 જેટલા મોબાઈલ ચોરી અને વેચાણ કરવાની કબુલાત કરી મુદ્દા માલ સોંપી દીધો હતો.આ મોબાઈલો ના ગુનાઓ નવસારી ગ્રામ્ય, ચીખલી સહિત દક્ષિણ ગુજરાતમાં નોંધાયા છે
અંદાજે રૂપિયા પોણા બે લાખના 15 મોબાઇલ ચોરી ની ફરિયાદો નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન ચીખલી પોલીસ સ્ટેશન કડોદરા પોલીસ સ્ટેશન અમરોલી પોલીસ સ્ટેશન તેમજ મહારાષ્ટ્રના બિહારના પણ ગુનાઓ ઉકેલતી નવસારી એસ.ઓ.જી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે