
તાપી જિલ્લામાં શિકારી ટોળકીઓ સક્રિય: સોનગઢની મલંગદેવ રેન્જમાંથી દીપડાના બે પંજા સાથે ચાર ઝડપાયા
- Local News
- May 20, 2024
- No Comment
ગુજરાત રાજ્યના છેવાડાનું તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં મલંગદેવ વિસ્તારમાંથી વન્ય પ્રાણી દીપડા ના કપાયેલા બે પગ સાથે ચાર જેટલા આરોપીઓ ની વન વિભાગ ધરપકડ કરી છે. ગુજરાત વનવિભાગના સી.સી એફ ડો. શશીકુમાર તથા તાપી જિલ્લાના ડી.સી.એફ પુનીત નૈયર ના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટર ઓફિસર મલંગદેવ સહિત સ્ટાફ તેમજ ડબ્લયુ.સી.સી.બી વોલેન્ટીયર સંયુકત પ્રયાસ દ્વારા તા.18 મી મે ના રોજ મલંગદેવ રેંજ ના 257 ભાગ ના સોનગઢ ફાટા તરીકે ઓળખાતા વિસ્તાર માંથી દીપડાના કપાયેલ પગ લઈ લોકો આવી રહ્યા માહિતી પ્રાપ્ત થઈ હતી . જે બાદ વનવિભાગ તથા ડબ્લયુ.સી.સી.બી વોલેન્ટીયર સંયુકત ટ્રેપ ગોઠવી ચાર જેટલા ગુનેગારોને પકડી તપાસ હાથ ધરી છે. ચારેય આરોપીઓને તારીખ 18 /05/24 ના રોજ અટક કરી હતી અને ચારેય આરોપીઓ ની પૂછપરછ કરવામાં આવી હતી. તાપી વનવિભાગ ઉચ્ચ અધિકારીઓ સહિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરેલ હતો. જેમાં વન્ય પ્રાણી આરોપીઓ પાસેથી દીપડાના કપાયેલા પગ નંગ 2, એક કાળા કલરની હોન્ડા કંપની ની સિડી મોટર સાયકલ જેના રજીસ્ટ્રેશન નંબર જીજે 26 એફ 8618, મોબાઈલ નંગ 4 કબજે કર્યા હતાં.આ ગુના માં પકડાયેલ ચાર આરોપીઓ 1) શ્રવણ પ્રભુભાઈ વસાવા રહે.સાતકાશી તા.સોનગઢ,2)કિશન ભાઇ રમણ ભાઈ ગામીત રહે.નિશાણા, તાલુકો સુબીર, જીલ્લો- ડાંગ, 3)અજીતભાઈ શામજીભાઈ બિલકુલે રહે. ચીખલપાડા તા. સોનગઢ જિલ્લો તાપી અને 4) નિશિકાંત અલબડ ભાઈ સેંડે રહે આછવા, પટેલ પાડા ફળિયુ તાલુકો આહવા ને ઝડપી પાડ્યા હતા. આ ગુનામાં ડબ્લયુ.સી.સી.બી વોલેન્ટીયર તથા વનવિભાગ સંયુકત બાતમીદારો પાસે યોગ્ય બાતમી મળતા આ તમામ ચારેય આરોપીઓ પાસેથી દીપડા ના બે પગ કપાયેલા પગ સાથે ઝડપાઈ ગયા હતા.
આ ગુનામાં વન્ય જીવ સંરક્ષણ ધારા 1972ના નવા સુધારા મુજબ દીપડાને શિડિયૂલ એક રાખવામાં આવ્યું છે અને તેને ખાસ સંરક્ષણ પુર પાડવામાં આવ્યું છે તેની શિકાર કે પાળવા કે બંધી બનાવી શકાય નહિં તેથી આ દિપડા નો શિકાર કયાં કર્યો તેમજ અન્ય ગુમ થયેલ દિપડાના અન્ય શરીર અંગો તેમજ અવયવ આરોપીઓ ના કબજામાંથી મેળવવા તથા ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને છે કે કેમ તે અંગે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની કલમ-૨(૨), (૧૧), (૧૨-બી), (૨૫-બી), (૩૧), (૩૩), (૩૬), (૩૭), ૩૯, ૪૨, ૪૪, ૪૯(ક), (ખ) ૫૦,૫૧,૫૨,૫૭ (દિપડો શિડયુલ-૧ પાર્ટ-A ક્રમ નં.૪૩ મુજબ) હેઠળનો વન્યપ્રાણી અવયવોના ગેરકાયદેસર ખરીદ વેચાણ કરવાનો ગુન્હો નોંધી વધુ તપાસ રેન્જ ફોરેસ્ટર ઓફિસર માર્ટીના ગામીત મલંગદેવ કરવામાં આવી છે.
દીપડાના પંજા સહિત અન્ય મુદ્દામાલ કબજે લઈ વન વિભાગે તપાસ શરૂ કરી