૧૦મી ઓગસ્ટ: એટલે “વિશ્વ સિંહ દિવસ 2024″ની રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરાશે

૧૦મી ઓગસ્ટ: એટલે “વિશ્વ સિંહ દિવસ 2024″ની રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરાશે

એશિયાટીક સિંહ વિશ્વમાં માત્ર ગીરના જંગલમાં તેમજ બૃહદ ગીરમાં જ જોવા મળે છે. એક સમયે વિશ્વની લુપ્ત થતી પ્રજાતિઓમાં એશિયાટિક સિંહોનો પણ સમાવેશ થતો હતો 

સાવજએ ગુજરાતની ઓળખ અને રાજ્યનું ઘરેણું ગણવામાં આવે છે. ત્યારે આજે ૧૦મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારના વન વિભાગ, સ્થાનિક એન.જી.ઓ તેમજ ગ્રામ્ય વિસ્તાર રહેતા લોકોના સહિયાર પ્રયાસ થકી જતન-સંવર્ધનના સાર્થક પ્રયાસોના કારણે સિંહની વસ્તીમાં વધારો પણ થઈ રહ્યો છે.

એશિયામાં એક માત્ર સૌરાષ્ટ્ર પંથકમાં સિંહોનો વસવાટ છે,સિંહ જંગલમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્રમા ખુલ્લે આમ જોવા મળતા હોય છે.સિંહ પ્રેમી વિશ્વમાં ઘણા છે,પણ સિંહ દિવસની ઉજવણી કયારે શરૂ કરાઈ તેની આજે અમે તમને માહિતી આપીશુ.વિશ્વમાં ૧૦ ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થાય છે.

ફલોરીડાનાં દંપતીએ કરી હતી વિશ્વસિંહ દિવસની ઉજવણી

ડેરેક અને બેવેરલી જોબર્ટનું નામ દુનિયાનાં વાઈલ્ડ લાઈફનાં ક્ષેત્રમાં જાણીતું છે.આ પતિ અને પત્નીએ આફ્રિકાનાં જંગલોમાં ફરીને સિંહ સહિતનાં પ્રાણીઓ વિશે ખુબ અભ્યાસ કર્યા બાદ બિલાડી કૂળની આ જાતીને બચાવવા એક મૂહિમ છેડી છે.સિંહોને બચાવવા હોય તો લોકોને સાથે જોડવા પડશે તેમ માનીને સૌ પહેલા તા.૧૦ ઓગસ્ટ ર૦૧૩ નાં દિવસથી વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શરુ કરી હતી.ત્યારબાદ આ ક્ષેત્રમાં કામ કરતી અનેક સવૈછીક સંસ્થાઓ જોડાઈ હતી.ભારતમાં અને ગુજરાતમાં વર્ષ ર૦૧૩થી વન વિભાગ દ્રારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે.સિંહ એ સૌરાષ્ટ્રની શાન નહિં પરંતુ ભારત તેમજ એશિયાની શાન છે

સિંહોની ખાસ વાત કરવામાં આવે તો પહેલા દક્ષિણ ગુજરાતમાં પણ સિંહો જોવા મળતા હતા,પરંતુ હાલના સમયમાં ફકત સૌરાષ્ટ્ર પંથકમાં સિંહોનો વસવાટ જોવા મળે છે,એક સમય એવો હતો કે ગીરમાં માત્ર ૨૦ જ સિંહો બચ્યા હતા,ત્યારે નવાબે સિંહોનો શિકાર પર પ્રતિબંધ મૂકયો અને ત્યારબાદ ધીરે ધીરે ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે.

જૂનાગઢના નવાબે સિંહોના સંવર્ધન અને સંરક્ષણની કામગીરી શરૂ કરી હતી

જૂનાગઢના સિંહ પ્રેમી નવાબ રસુલ ખાને સિંહોના શિકાર પર પ્રતિબંધ મૂકતાં ગીરના બબ્બર સિંહ તરીકે જાણીતા આ એશિયાટિક સિંહોની સંખ્યા એક સમયે ઘટીને 20 થઈ ગઈ હતી. હાલ માં સક્કરબાગ ઝુઓલોજિકલ પાર્કમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી કરવામાં આવી રહી છે. આજે પણ સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્કમાંથી જન્મેલા સિંહો દેશ-વિદેશના પ્રાણી સંગ્રહાલયોની શોભા વધારો કરી રહ્યા છે.ગીર નેશનલ પાર્ક તેમજ નેસડા રહેનાર લોકો વનવિભાગ અધિકારીઓ તેમજ વનપ્રેમીઓ અને ટ્રેકર્સ સહિત આપણા દેશનું ગૌરવ છે કે વન વિભાગે એક સમયે અદૃશ્ય થઈ ગયેલા બબ્બર સિંહને બચાવવાનું અદ્ભુત કાર્ય કર્યું છે અને તેનું પરિણામ એ છે કે આજે બબ્બર સિંહો દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષણ કેન્દ્ર બની જંગલનું ગૌરવ વધારી રહ્યા છે. ગીર સફારીમાં સિંહોને જોવું એ કોઈ રોમાંચથી ઓછું નથી, તેથી દર વર્ષે લાખો પ્રવાસીઓ ગીરની મુલાકાતે આવે છે. તેમાં ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે.

પ્રાચીન સમયથી જ દેશમાં સિંહોનું ખાસ મહત્વ રહ્યું છે.

ભારતમાં આદિકાળથી સમયથી જ સિંહોનું મહત્વ રહ્યું છે, જે તે સમયમાં અનેક મંદિરોમાં કે પ્રાચીન સ્થળોમાં પણ સિંહની મૂર્તિઓ આપણે જોઈ શકીએ છીએ તેમજ દેશનું ઘરેણું એવા સિંહને બચાવવા અને તેના વિશે લોકોમાં જાગૃતતા માટે અલગ અલગ કાર્યક્રમો યોજાતા રહેતા હોય છે.ગુજરાતનું ગીર સિંહ માટે ખાસ જાણીતું અભ્યારણ ગણાય છે.

પ્રાચીન સમયમાં સિંહોની મૂર્તિઓથી ભારતના મહેલો, મંદિરો અને ઐતિહાસિક ઈમારતો શણગારવામાં આવતી હતી. તેમજ બૌધ્ધ સંસ્કૃતિમાં તો સિંહને ધર્મના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યો છે. હિંદુ ધર્મના લોકોએ દેવી-દેવતાઓ સાથે સિંહને સાંકળ્યો છે. સિંહોને ભારતના તમામ લોકો દ્વારા માત્ર પ્રાણી જ નહીં પરંતુ પવિત્ર જીવ ગણવામાં આવે છે. ભારતના રાજચિન્હમાં પણ ચાર સિંહોની કૃતિ રાખવામાં આવી છે.

આજે ગીરમાં સિંહો અને જંગલી પશુ-પક્ષીઓના સ્વાસ્થ્ય માટે અત્યંત આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે જીપીએસ,કોલર આઈડી, ટેગ સિસ્ટમ, જંગલોમાં લગાવવામાં આવેલા ખાસ કેમેરા વિગેરે થી કાળજી લેવામાં આવે છે. સિંહો માટે ખાસ ટ્રેકર્સ રોકવામાં આવ્યા છે. જે સિંહોની હિલચાલ પરથી સિંહોના સ્વાસ્થ્યને સમજે છે. સિંહની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિશેષ ભંડોળ આપે છે.આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી માત્ર ગીરના જંગલમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થાય છે. જેમાં દેશ વિદેશના લોકો પણ ઉત્સાહભેર ભાગ લે છે. સિંહ દ્વારા પશુધન જો નુકસાન પહોંચાડે કે મારણ કરે અથવા લોકોને ઈજાગ્રસ્ત કરે તો વનવિભાગ ધ્વારા જરૂરી કાર્યવાહી કે વળતર પણ આપવામાં આવી રહ્યું છે. જેથી સિંહ સંરક્ષણ મદદરૂપ થઈ રહે

રાજયના વન વિભાગની વિવિધ યોજનાઓ

સિંહ પ્રત્યેની હકારાત્મક નીતિઓ અને સ્થાનિકોના સહિયારા પ્રયાસોના પરિણામે સિંહોની વસ્તી-સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.એશિયાઇ સિંહની વસ્તીમાં ઉત્તરોતર વધારો થતો રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે વર્ષ ૧૯૯૦માં ગુજરાતમાં ૨૮૪ સિંહોની વસ્તી હતી. તે વર્ષ ૨૦૨૦ની ગણતરી મુજબ તે વધીને અંદાજે ૬૭૪ સુધી પહોંચી છે.વસ્તી વધતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ નોધપાત્ર વધારો થયો છે.આજે સિંહ સૌરાષ્ટ્રના આવેલા ૧૧ જિલ્લાઓમાં એશિયાટીક લાયન લેન્ડ સ્કેપ વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે.નાગરિકોમાં સિંહ પ્રત્યેની જાગૃતિ વધે, તેના સંરક્ષણ-સંવર્ધનમાં વધુ મદદરૂપ થાય તે હેતુથી વન વિભાગ તેમજ સ્થાનિકોના સહિયારા પ્રયાસથી વર્ષ ૨૦૧૬ થી દર વર્ષે ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ ઉજવણી વિદ્યાર્થીઓ,શિક્ષકો,સ્ટાફ,સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ,સ્વૈચ્છિક સંસ્થાઓ, પ્રકૃતિ-સિંહ પ્રેમીઓ તેમજ સ્થાનિક વનવિભાગ અને ગ્રામજનોની સહભાગીતાથી કરવામાં આવે છે.રાજ્ય સરકાર તેમજ રાજ્યના વનવિભાગ પ્રયત્નો આ ભાગીદારીમાં દિવસે દિવસે વધારો સાથે દેશ વિદેશમાં એશિયાટીક સિંહો અંગે ની જાગૃતિ માં લોક ભાગીદારી વધી રહી છે

વિશ્વ સિંહ દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

દેશનું ગૌરવ બચાવવા વન વિભાગ દ્વારા જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં જનજાગૃતિના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા.જેમાં શાળાના બાળકો,એનજીઓ,વનપ્રેમીઓ, સિંહ પ્રેમીઓ, ગ્રામજનો સામેલ થયા હતા અને ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેથી સિંહોની સુરક્ષા કરવામાં આવે અને તેની સંખ્યામાં વધારો કરવામાં આવે તે હેતુથી કરવામાં આવ્યો હતો.

હવે દર વર્ષે ૧૦મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસના દિવસે વન વિભાગના કર્મચારીઓ શાળાના બાળકો અને તમામ એનજીઓ સાથે મળીને સિંહના માસ્ક પહેરીને રેલી કાઢે છે. ગામડાઓમાં લોકોને સિંહ બચાવવાનું મહત્વ સમજાવે છે, ચિત્ર સ્પર્ધા, ફોટો સ્પર્ધા, સૂત્રોચાર અને સંદેશા પાઠવવામા આવતા હોય છે. વિવિધ સ્પર્ધા થાય છે જેથી લોકો સિંહ માટે પ્રેમ અને મિત્રતા કેળવી શકે અને જાગૃતી વધે અને લોક ભાગીદારી થકી સિંહ બચાવ અને સંરક્ષણ માં વધારો નોંધાઈ શકે છે.

વિશ્વ સિંહ દિવસ ૨૦૨૪ ઉજવણી રાજયના વનવિભાગ અને લોકભાગીદારી થશે

વન વિભાગ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે ૧૦મી ઓગસ્ટે રાજ્યભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારની શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન સોશ્યલ મીડિયા સ્થાનિક એન.જી.ઓ જેમાં ખાસ કરીને એશિયાટીક લાયન લેન્ડ સ્કેપના વિસ્તારના ૧૧ જિલ્લાની આશરે ૧૧,૦૦૦ થી વધુ શાળા અને કોલેજોમાં આ કાર્યક્રમો યોજાશે જેમાં અંદાજે ૨૧ લાખથી વધુ લોકભાગીદારી થશે.એશિયાટીક લાયન લેન્ડસ્કેપના ૧૧ જિલ્લાઓ માં જૂનાગઢ, અમરેલી,ગીર-સોમનાથ,પોરબંદર,ભાવનગર,બોટાદ,મોરબી, સુરેન્દ્રનગર,રાજકોટ,દેવભૂમી દ્વારકા અને જામનગરની શાળાઓ તેમજ ગામોમાં આ ઉજવણી કરવામાં આવનાર છે.

આના સુચારૂ આયોજન માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના જિલ્લા શિક્ષણ અધિકારીઓ,તાલુકા શિક્ષણ અધિકારીઓ તથા તેમના તાબાના બી.આર.સી. ,સી.આર.સી., એસ.વી.એસ., કયુ.ડી.સી.,એમ.આઇ.એસ તેમજ એનજીઓના પ્રતિનિધિઓ, તાલુકા અને જિલ્લા કો-ઓર્ડીનેટરની સાસણ ગીર ખાતે ખાસ કાર્યશાળાઓ કાર્યક્રમ કરીને વિશે સમજૂતી અને વિસ્તૃત માહિતી આપી સૌને અવગત કરવામાં આવ્યા હતા.

નવસારી જિલ્લામાં સ્થાનિક એન.જી.ઓ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી, વાઈલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશન નવસારી તથા સરીસૃપ સંરક્ષણ સોસાયટી સુરત ગુજરાત દ્વારા ઉજવણી કરાઈ રહી છે. આ વર્ષે વલસાડ જિલ્લા ના ધરમપુર ખાતે પણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી એન.જી.ઓના ધરમપુર વિભાગ તથા એનિમલ સેવિંગ ગૃપ તેમજ વ્યારા જિલ્લા ખાતે કોશિશ ચેરીટેબલ ટ્રસ્ટ પણ વિશ્વ સિંહ દિવસ ઉજવણી કરનાર છે.

આજે વિશ્વ સિંહ દિવસ ૨૦૨૪ ઉજવણી 

રાજયના વન વિભાગ દ્વારા સિંહ સંબંધિત પોસ્ટ જેવી કે, સિંહના ફોટોગ્રાફસ, ટૂંકા વીડિયો, ટેકસ મેસેજ, માઇક્રો બ્લોગ, સોશિયલ મિડિયાનો ઉપયોગ કરી શેર કરવામાં આવી રહ્યા છે. એશિયાટીક સિંહો માટે વધુમાં વધુ નાગરિકો ને વર્ચ્યુઅલ રીતે સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા આ ઉજવણીમાં જોડાય તે માટે ‘ચાલો આપણે સૌ એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લઈએ અને આવનારી પેઢીઓ માટે તેનું જતન કરીએ.આપ સૌને ‘વિશ્વ સિંહ દિવસ’ની શુભેચ્છાઓ’ #WorldLionDay2024 જેવા SMS રાજ્યના વન્ય પ્રાણી વિભાગ,સાસણ-ગીર તેમજ વન વિભાગ દ્વારા અંદાજે ૭૫ લાખ નાગરિકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે આ ઉજવણીમાં જોડાશે તેમજ ૦૩ લાખ નાગરિકોને ઈ-મેઈલથી પહોંચાડાશે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *