રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે ૭૫માં નવસારી જિલ્લા કક્ષાનો વનમહોત્સવ યોજાયો

રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે ૭૫માં નવસારી જિલ્લા કક્ષાનો વનમહોત્સવ યોજાયો

નવસારી જિલ્લામાં ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચશિક્ષણના મંત્રી ના અધ્યક્ષ સ્થાને દિનકરભવન મજીગામ, ચીખલી ખાતે યોજાયો હતો.

અધ્યક્ષસ્થાનેથી મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ભારતનાં પ્રથમ કૃષિ મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીનું સ્મરણ કરી તેઓ દ્વારા આરંભાયેલ આ મુહિમને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગળ ધપાવી રહ્યા છે એમ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે પ્રવર્તમાન સમયમાં વધતા ઉદ્યોગ અને રોજગાર ધંધાઓને લઈને પર્યાવરણને જે નુકશાન થાય છે. તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી બન્યો છે એમ જણાવી નવસારી જિલ્લામાં સામાજીક વનીકરણ વિભાગ તરફથી નવસારી જિલ્લામાં જુદી જુદી યોજનાઓ હેઠળ ૪૧૫ હેકટરમાં છે.૧૧.૫૦ લાખ જેટલા રોપાઓ વાવેતર કરવામાં આવ્ય છે જે ખુબ સારી બાબત છે એમ ઉમેર્યું હતું.

 

મંત્રીએ આપણી સંસ્કૃતિમાં ઝાડને દેવ, વાયુને દેવ, પૃથ્વીને માતા ગાયને માતા, નદીને માતા તરીકે પૂજવામાં આવે છે. વૃક્ષએ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. આપણી સંસ્કૃતિ એ આપણી વિરાસત છે. તેમણે પર્યાવરણ સાથે આત્મીયતા કેળવી જે પ્રમાણે પર્યાવરણ કોઈ સાથે ભેદભાવ કરતા નથી તેવા જ પ્રકારે આપણે સૌ એક છીએ એમ સમજ કેળવી હતી. તેમને પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા પેશ્નો અંગે ગંભીરતા પૂર્વક વિચાર કરવા અનુરોધ કર્યો હતો.

મંત્રીએ પ્રત્યેક નાગરિક પર્યાવરણ જાળવણી પ્રત્યે જાગૃત થાય અને ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરે એમ અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇએ વન્ય પ્રાણીઓ પ્રત્યે દયા ભાવના કેળવી તેઓ સાથે જીવતા શીખવા અનુરોધ કર્યો હતો. તેમણે પર્યાવરણ સંરક્ષણ અને સૌવર્ધન માટે સૌને જાગૃત બનવા આપીલ કરી હતી.

ધારાસભ્ય નરેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરફથી પાંચમી જુને ” એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આપણા નવસારી જીલ્લામાં ચાલુ વર્ષે અંદાજીત ૨૦ લાખ જેટલા રોપાનું વાવેતર અને વિતરણ કરવામાં આવેલ છે જે ખરેખર સરાહનિય છે.

તેમણે આજે વિશ્વ સિંહ દિવસ છે એમ સૌને યાદ અપાવી પ્રકૃતિના ખોળામા રહેતા આદિવાસી બાંધવોને અનુરોધ કરતા ઉમેર્યું હતું કે, આપણે જળ જંગલ જમીનથી જોડાયેલા છે ત્યારે આપણે પર્યાવરણની જાળવણી કરવા સક્રિય પગલા લેવા જરૂરી છે એમ જણાવ્યું હતું. તેમણે સૌને પોતાના ખાસ દિવસોએ પોતાના સ્વજનોની યાદમાં વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે નાયબ વન સંરક્ષક સામાજીક વનીકરણ વિભાગ ભાવના દેસાઇએ સ્વાગત પ્રવચન થકી વન મહોત્સવનું મહત્વ સમજાવી સૌ પ્રકૃતિ પ્રેમી નવસારીવાસીઓને વધુમં વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવવામાં ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં નર્સરી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ તથા પર્યાવરણ જળવણી કરતી સંસ્થાઓને નાગરિકોણે પ્રશસ્તી પત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા.

કાર્યક્રમના અંતે પર્યાવરણ જળવણી માટેની પ્રતિજ્ઞા લઈ સૌ કોઈ કેમ્પસમાં વૃક્ષારોપણમાં જોડાયા હતા. અને મહાનુભાવોએ એક પેડ માં કે નામ અભિયાનની વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ,અધિકારીઓ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, વલસાડ ઉત્તર વનવિભાગના નાયબ વન સંરક્ષક નિશા રાજ સહિત મહાનુભાવો,પર્યાવરણ પ્રેમી નવસારીવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસાદ બી. પાટિલ ઇ.ચા. મદદનીશ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા આભાર વિધિ કરાઈ હતી.

ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરીએ:મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયા

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *