જલાલપોર તાલુકાનું દાંડી ગામ દેશભક્તિના રંગમાં રંગાયુ :‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જલાલપોર તાલુકાના દાંડી ગામમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા 

જલાલપોર તાલુકાનું દાંડી ગામ દેશભક્તિના રંગમાં રંગાયુ :‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જલાલપોર તાલુકાના દાંડી ગામમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા 

દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તેવા આશયથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તા.૮ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામા આવી રહી છે.

જેના ભાગરૂપે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ગામ ખાતે આયોજિત તિરંગા યાત્રામાં ગ્રામજનો,તાલુકા પંચાયતના કર્મચારી તથા પોલીસકર્મી સાથે શાળાના બાળકો ઉત્સાહભેર જોડાયા હતા.જલાલપોર તાલુકાની હર ઘર તિરંગા યાત્રામાં લોકોએ દાંડી કિનારે સાફ સફાઈ અભિયાનમાં જોડાઈ અનોખી રીતે પોતાનું યોગદાન આપ્યું હતું સાથે કાર્યક્રમના સમાપન વખતે દેશભક્તિ ગીતો અને નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયુ હતું.


આ પ્રસંગે જલાલપોર તાલુકાની તિરંગા યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ નીલમબેન પટેલ, તાલુકા પંચયાત કારોબારી અધ્યક્ષ હિરેનભાઈ પટેલ,તાલુકા વિકાસ અધિકારી ધવલ પટેલ,પી.આઈ લાડુમોર,તાલુકા પંચાયત સભ્યો, દાંડી સરપંચ,અધિકારી-કર્મચારીઓ,સભ્યો,સહિત ગ્રામજનો સહભાગી બન્યા હતા.

આપણો તિરંગો આપણું ગૌરવ:નવસારી જિલ્લાના દાંડીના ગ્રામજનો,તાલુકાકર્મી તથા બાળકો ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં જોડાઈને દાંડી કિનારે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *