નવસારી જીલ્લા યોગસન ચેમ્પિયનશિપમાં નવસારી એ બી સ્કૂલના ભૂલકાંઓ ઝળકયા

નવસારી જીલ્લા યોગસન ચેમ્પિયનશિપમાં નવસારી એ બી સ્કૂલના ભૂલકાંઓ ઝળકયા

નવસારી જીલ્લા યોગાસન ચેમ્પિયનશિપ હાલમાં યોગાસન એન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ નવસારીના ઉપક્રમે પાંચમી નવસારી જિલ્લા યોગાસન ચેમ્પિયનશિપ નવસારીના તિઘરા પાસે આવેલ બી. આર. ફાર્મ ખાતે યોજાઈ હતી.

નવસારી જિલ્લા કક્ષાની સ્પર્ધા હોવાથી જિલ્લાની 20 શાળાના કુલ 550 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ યોગાસન ચેમ્પિયનશિપ ની આ સ્પર્ધામાં અલગ અલગ ઉંમરના ગૃપ રાખવામાં આવ્યા હતા. દરેકે દરેક ઉંમર વર્ષના ગ્રુપમાં નવસારીની એ બી સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી. જેમાં ઉંમર વર્ષ 12 થી 14 ના ગ્રુપમાં ધોરણ 9 ના વિદ્યાર્થી વ્યાસ ધ્યાન કરમેને પ્રથમ ક્રમ તેમજ ધોરણ 7 ના વિદ્યાર્થી શાહ સ્વયમ ગીરીશકુમારે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ઉંમર વર્ષ 10 થી 12 ના ગ્રુપમાં ધોરણ 6 ની વિદ્યાર્થીની જાની આદેશ્વરી દેવાંગભાઈએ પ્રથમ ક્રમ તેમજ ધોરણ 5 ના વિદ્યાર્થી પટેલ યશ પ્રકાશભાઈએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ઉંમર વર્ષ 8 થી 10 માં ધોરણ 3 ની વિદ્યાર્થીની પટેલ રુહી આશિષકુમારે પ્રથમ ક્રમ, ધોરણ 3 ના વિધાર્થીઓ પટેલ ક્રિશી પ્રવીણભાઈ અને પટેલ હિઆન અંકુરકુમારે બીજો ક્રમ તથા ધોરણ 3 ની વિધાર્થીની જાદવ ઇશિતા કેતને ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

સમગ્ર નવસારી જિલ્લામાં યોગાસન ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ દેખાવ તેમજ ઉચ્ચ દરજ્જા પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *