નવસારી જિલ્લામાં એન.એચ.- એસ.એચ. કક્ષાનાં તમામ રોડને આગામી ચાર દિનમાં ખાડામુક્ત કરી નાગરિકો માટે વાહનવ્યહાર સરળ અને સુગમ બનાવવા કટીબ્ધ્ધ:નવસારી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)
- Local News
- September 7, 2024
- No Comment
વિવિધ કક્ષાના રસ્તાઓ ઉપર ભારે વરસાદ અને પુરને કારણે ખાડાઓ પડ્યા હતા જેને મેટલપેચ કરી તાત્કાલિક ધોરણે તમામ માર્ગોને ટ્રાફીકેબલ કરવામાં આવ્યા
નવસારી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નવસારી હસ્તક નવસારી જિલ્લામાં એન.એચ. કક્ષાનાં કુલ ૫ (પાંચ) રસ્તાઓ ૧૧.૧૭ કિ.મી. લંબાઈ, એસ.એચ. કક્ષાનાં કુલ ૩૧ (એકત્રીસ) રસ્તાઓ ૪૦૦.૧૫ કિ.મી. લંબાઈ, એમ.ડી.આર. તથા અન્ય કક્ષાનાં ૩૩ (તેત્રીસ) રસ્તાઓ ર૭૬.૦૭ કિ.મી. લંબાઈ આમ, કુલ ૬૯ મળી રસ્તાઓ ૬૮૭.૩૯ કિ.મી. લંબાઈના રસ્તાઓ આવેલા છે. જે પૈકી તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પુરને કારણે ૪.૨૧ કિ.મી. લંબાઈમાં જ ખાડા પડવાથી અમુક રસ્તાઓ અવરોધાયા હતા. આ રસ્તાઓની સંપૂર્ણ લંબાઈ પર મેટલપેચ કરી તાત્કાલિક ધોરણે તમામ માર્ગોને ટ્રાફીકેબલ રાખવામાં આવ્યા છે. તેમજ રસ્તાઓને ખાડામુક્ત કરવા આજરોજ પાકા ડામર પેચની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જે આગામી ચાર દિનમાં પૂર્ણ કરવાની કામગીરી કરી નાગરિકો માટે વાહનવ્યહાર સરળ અને સુગમ બનાવવામાં આવશે એમ નવસારી જિલ્લા કા.પા.ઇ.સ્ટેટ માર્ગ અને મકાન વિભાગે જણાવાયું છે.
