નવસારીના પૂર્વ પટ્ટીના પારડી ગામે દિપડાએ બકરીનું મારણ કર્યું
- Local News
- September 8, 2024
- No Comment
મોહનભાઈ બકરા ચરાવીને ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન દિપડાએ અચાનક તેની બકરી ઉપર હુમલો કરી ખેતરમાં લઈ ગયેલ બુમાબુમ કરતા શિકાર કરેલ બકરી છોડી દિપડા ભાગી ગયેલ
નવસારી જિલ્લાના નવસારી તાલુકા પૂર્વ પટ્ટી સહિત પૂર્ણા નદી કિનારા સહિત દરિયા કિનારાના કાંઠા વિસ્તાર આસપાસના આવેલા ગામડાઓમાં દીપડાઓ દેખાવાની ઘટના સામાન્ય બની જવા પામી છે. નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા તેમજ કાવેરી નદીઓની કોતરો તેમજ પડતર જમીનો, વાડીઓ અને શેરડીના ખેતર દીપડાઓ માટે આશ્રયસ્થાન બની રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તાર પશુપાલકો ગાય,વાછરડા,બકરા પાળતુ કૂતરા તેમજ રખડતા કૂતરા, મરઘા ખેતરોમાં તેમજ શિકાર માટે જંગલી ભૂંડ મળી રહેતા દીપડાને આ વિસ્તાર માફક આવી રહ્યા છે. ગત ૪ સપ્ટેમ્બર બુધવાર ના રોજ શાહુ ગામેથી એક અઢી વર્ષીય માદા દીપડી પાંજરે પુરાઈ હતી. ત્યારબાદ ૫ સપ્ટેમ્બર ગુરુવાર મોડીરાતે મુનસાડ ગામના લીમડા ચોક ફળિયામાં ગામના ઉપસરપંચ ચેતન પટેલના આંગણે સુતેલા શ્વાનને નજીકના વાડી વિસ્તારમાંથી ધીમા પગલે આવેલા દીપડાએ તરાપ મારી તેનો શિકાર કર્યાના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

હવે માનવો સાથે દિપડાઓ રહેવાનું શીખી ગયા છે. માણસો ડર ધીમે ધીમે દિપડાઓ દૂર થઈ રહ્યો હોય તેમ ખેતરો કામગીરીઓ કરતા લોકોની બાજુમાંથી પણ નીકળવા કિસ્સાઓ નવસારી જિલ્લામાં બનવા સાથે માણસો ઉપર હુમલો કરવાનું શીખી રહ્યા છે.

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારની નજીક શેરડી, ચીકુ તેમજ આંબા વાડી, નદીઓ કોતર તેમજ પડતર ખેતરમાં ઉંચા ધાસ અને ઝાડો દિપડાઓ આશ્ચર્ય સ્થાન સાથે દિપડાઓ ખેડુતો માટે ભયનો માહોલ સાથે ગામડા તેમજ શહેર નજીક ખેતી દેશી ભૂડ તથા જંગલી ભૂંડ શિકાર કરવાનું વધુ પસંદ કરતા હોવાને લઈ તેની સંખ્યા નિયંત્રણ કરતા ખેડૂતો ઉભા પાકને નુકસાન થતું અટકાવી રહ્યા છે. જેથી દિપડો ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ રહ્યો છે.

હવે ફરી એકવાર પૂર્વ પટ્ટીના નવસારી તાલુકાના પારડી ગામે હાળકી ફળિયામાં રહેતા પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ મોહનભાઈ ભુલાભાઈ હળપતિ બકરા પાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત રોજ પોતાના બકરા ચરાવી સાંજના સમયે ઘરે પરત આવતા તે રસ્તા અચાનક દિપડો આવીને તેમના બકરી પકડી ખેતરમાં લઈ ગયેલ મોહનભાઈ હિમ્મત કરી પોતાની પાસે રાખેલ લાકડી સાથે બુમાબુમ કરતા દિપડા બકરી છોડી ભાગી ગયેલ ત્યારબાદ આ ધટનાની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારીના કૌશલભાઈ પટેલ ને કરતા ધટના સ્થળ ઉપર જઈ જોતા દિપડાએ હુમલો કરેલ જણાતા આ અંગે સુપા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને કરાઈ હતી.

આ ધટના લઈ નવસારી સામાજિક વનીકરણ વિભાગ નવસારી સુપા રેન્જ ધ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. વનવિભાગ ધ્વારા દિપડાને પકડવા પાંજરૂ ગોઠવવા તેમજ બકરીનું પી.એમ તેમજ અન્ય કાર્યવાહી કરી મારણ કરેલ બકરીનું વળતર ચૂકવવા અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે
નવસારીના પૂર્વ પટ્ટીના પારડી ગામે દિદિપડાએ ગર્ભવતી બકરીનું મારણ કર્યું