નારણલાલા કોલેજ ખાતે જી.ટી.યુ.ની બેસ્ટ ફીઝીક્સ સ્પર્ધા યોજાઈ
- Sports
- September 10, 2024
- No Comment
ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટી,અમદાવાદના નેજા હેઠળ નારણ લાલા સ્કૂલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ, નવસારી દ્વારા ઇન્ટર કોલેજ બેસ્ટ ફિઝીક સ્પર્ધા અને યુનિવર્સિટી ટીમ પસંદગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાવનગર,ગાંધીનગર,અમદાવાદ,બરોડા,વાસદ,સુરત,કામરેજ, નવસારી,વાપી ની ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટી સંલગ્ન કોલેજના ખેલાડીઓએ ભાગ લીધો હતો.

સ્પર્ધા ના ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના ચેરમેન મહેશભાઈ કંસારા, કેમ્પસ ડાયરેક્ટર ડો.વી. ડી.નાયક,ડો. રૂસ્તમ સદરી અને એમબીએ કોલેજ ના ડાયરેક્ટર ડો.ચેતનકુમાર લાડ,શૈલેશભાઈ તીવારી,ગીરીશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.સ્પર્ધા ના અંતે મિસ્ટર જી.ટી.યુ. નો ખિતાબ સાલ એન્જીન્યરીંગ એન્ડ ટેકનીકલ ઈન્સ્ટીટ્યૂટ, અમદાવાદના એ મેળવ્યો હતો અને વિજેતા ઓને તથા મહેમાનો દ્વારા સંસ્થા તરફથી મેડલો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાનું સંચાલન મંત્રી ડો. મયુર પટેલ, પ્રો.કપિલ ખલાસી, રીગલ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
