
ઉડતા રાવણ પાસેથી આત્મલિંગ લેવા ગણપતિ ગોકર્ણમાં ગોવાળિયો બન્યા
- Local News
- September 10, 2024
- No Comment
કર્ણાટકના સૌથી સુંદર રેતાળ સમુદ્ર બીચ ખાતે ગોકર્ણમાં પ્રાચીનકાળથી આ આત્મલિંગ આવેલું
રાવણના માતા ભગવાન શંકરના ભક્ત હતા. રાવણની માતા જે શિવલીંગની પૂજા કરતી હતી તે ઈન્દ્રએ દરિયામાં ફેંકી દેતાં અન્ન ખાવાનું છોડી દેવા સાથે ભારે વ્યથા પામી હતી. રાવણે કૈલાસ પર જઈને ભગવાન શંકરને પ્રસન્ન કરીશ એમ પોતાની માતાને વચન આપ્યું હતું. રાવણે કૈલાસ પર્વત પર પહોંચી ભગવાન શિવની આકરી તપસ્યા કરવા સાથે શિવ તાંડવ સ્તોત્રની રચના કરી હતી. પોતાના શરીર પર રાવણ શિવજીની પ્રસન્નતા માટે ભારે ઘા માર્યા હતા. રાવણની પવિત્ર ભકિત જોઈ શિવજી પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા.
રાવણે આત્મલિંગ માંગણી કરતાં ભોળાનાથ શિવજીએ સૂર્ય જેવું પ્રકાશિત આત્મલિંગની આપવા સાથે કહ્યું કે લંકા જતા રસ્તામાં કોઈપણ જે જગ્યાએ આ શિવલીંગ મુકશે ત્યાં હું ચોટી જઈશ ગોકુળના આકાશ પરથી રાવણ આત્મલિંગ લઈને ઉડયા હતા ત્યારે તેને લધુશંકા ખૂબ લાગતા એણે નીચે જોયું તો કોઈ ત્યાં ગોવાળીયો છે અને તેને આ આત્મલિંગ આપી તેને વિનંતિ કરી કે આ આત્મલિંગ નીચે મુકતો નહિં. હું હમણા જ લઘુશંકા કરીને આવું છું. ગોવાળીયાના વેશમાં ગણપતિ દાદા પોતે હતા. રાવણને એક તરફ એકધારી લઘુશંકા બીજી તરફ સંધ્યા સ્નાન પણ કરવાનું ગોવાળીયા એવા ગણેશે કીધું કે જરા જલ્દી આવો નહીંતર હું આ આત્મલિંગ જમીન પર મુકી દઈશ.
ગણેશ ત્રણેક વખત રાવણને બુમો પાડી પણ સમયસર ન આવતા ચાલાકી પૂર્વક આત્મલિંગ જમીન ઉપર મુકી દીધું. ગાયના ટોળામાં ગણેશજી છૂપાઈ ગયા આત્મલિંગ જમીનમાં ઉતરતું હતું ત્યારે રાવણ દોડીને આવ્યો અને એને ખેંચવા કરતા શિવલીંગ ગાયના કાન જેવું ખેચાયું આથી જગ્યાનું નામ ગોકર્ણ અને રાવણને મૂર્છા આવી ગઈ આ આત્મલિંગનું નામ મહાબલેશ્વર આપ્યું હતું અને ગણેશજીને માથામાં શસ્ત્રથી જોરદાર મારતા ગણેશજીનું માથે ખોપડીના ભાગે ચિરાય ગયું હતું.આમ ગોકર્ણમાં ગણેશ મંદિર અને આત્મલિંગ રૂપે મહાબલેશ્વ અને પાછળ માં તામ્રગૌરીનું મંદિર આવેલું છે