નવસારી શહેરમાં આ ગણેશ મંડળ એક નહિં પરંતુ 1250 થી વધુ સોપારીમાંથી ગણપતિ મૂર્તિ બનાવી, જાણો શું છે કારણ
- Local News
- September 14, 2024
- No Comment
ગણેશ ચતુર્થીની શરૂઆત થતા સાથે જ ભારતમાં ‘તહેવારોની મોસમ’ પણ શરૂ થાય છે. ગણેશ ચતુર્થી પછી આપણી પાસે નવરાત્રી, દિવાળી, દુર્ગા પૂજન શરૂઆત થાય છે. જેમ જેમ તહેવારોની મોસમ શરૂ થાય છે, તેમ દેવી દેવતાઓના લોકો ને આશીર્વાદ મેળવવાની સાથે નવા કાર્ય, વ્યવસાયો શરૂ કરવા, વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે વિકાસ કરવાનો વગે મળે છે પરંતુ દેવગણ પ્રથમ પૂજનીય એવા ગણપતિ બાપ્પાના આશીર્વાદ સાથે આગળ વધવાનો સમય પણ શરૂ થાય છે.સેંકડો અને હજારો શિલ્પકારો અને કારીગરો ઘરો અને મંદિરો માટે સૌથી નાની અને સૌથી મોટી ગણપતિની મૂર્તિઓ બનાવવા આવે છે.સાથે અનેક લોકો જેમાં મોટાભાગની મૂર્તિઓ માટી, પ્લાસ્ટર ઓફ પેરિસ અને અન્ય સામગ્રીઓમાંથી બનાવવામાં આવે છે, સાથે અન્ય લોકોને પણ રોજગાર મળી રહે છે
લોકો દ્વારા ત્યારે ઘરના ઉપયોગ માટે લોકો કુદરતી માટીની બનેલી અને કુદરતી રંગોથી રંગીન વધુને વધુ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ લોકો આગળ વધી રહ્યા છે હાલમાં નવસારી શહેરમાં ગણેશોત્સવની દબદબાભેર ઉજવણી થઈ છે અને શહેરમાં હજારોની સંખ્યામાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આવી જ એક પ્રતિમા સ્થાપવામાં આવી છે

નવસારી શહેરના ફુવારા વિસ્તારમાં આવેલા જૈન સોસાયટી ખાતે જૈન સોસાયટી યુવક મંડળ છેલ્લા પચાસ વર્ષ થી ગણેશ ઉત્સવ ઉજવણી કરવાતા આવ્યા છે છેલ્લા 12 વર્ષ થી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ જાતેજ કાગળમાંથી,નાળિયેરમાંથી, રૂદ્રાક્ષ,ખારેક, પેપરના માવા, દોરાના બોબીન માંથી પણ બનાવ્યા આવ્યા હતા. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જૈન સોસાયટી યુવક મંડળ અનોખી રીતે ગણેશજી પ્રતિમા બનાવવાનો વિચાર આવ્યો. આ વખતે જૈન સોસાયટી યુવક મંડળ દ્વારા એક નહિ પરતું 1250 થી 1300 જેટલી સોપારીમાંથી એટલે કે 11 કિલો સોપારી લાવીને તેમાંથી અંદાજે દોઢ થી બે ફૂટ વિઘ્નહર્તા એવા ગણેશજીની પ્રતિમા નિમેશ ઉપાધ્યાય દ્વારા બનાવવામાં આવી છે
https://www.facebook.com/share/v/XYbzbRhfydkyHWKa/?mibextid=oFDknk
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવવામાં આવી છે સાથે અન્ય માટીની મૂર્તિ પણ સ્થાપના કરવામાં આવી છે જેથી પર્યાવરણ નુકસાન તેમજ નદી પ્રદુષણ ન થાય આ સોપારી માંથી બનાવેલ પ્રતિમા કોઈ પણ રંગ ઉપયોગ કર્યો નથી તેઓ ધ્વારા પોતાની સોસાયટીમાં અનંત ચતુર્થી દિવસે આ તમામ ઈકો ફેન્ડલી ગણેશ વિસર્જન કરવામાં આવશે સાથે જ સ્થાપના મૂર્તિ પણ માટી વિસર્જન બાદ તેની માટી કૂડામાં ઉપયોગ લેવામાં આવશે