વરસાદે વિરામ લેતા રસ્તાઓને ખાડામુક્ત કરવા! માર્ગ મકાન વિભાગ દ્વારા કામગીરી કરાઈ
- Local News
- September 13, 2024
- No Comment
નવસારી જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી લેતા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) અને આરએન્ડબીની પંચાયત ટીમ દ્વારા ગત દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરાયું
નવસારી જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય તે માટે નવસારી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) અને આરએન્ડબી પંચાયતની ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આટલા દિવસોની જહેમત બાદ ક્ષતિગ્રસ્ત લગભગ તમામ રસ્તાઓની મરામતની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે.
નવસારી જિલ્લામાં રસ્તાઓના મરામત માટે તાલુકા વાર એન્જીનીયરોની ટીમ કાર્યરત કરી નુક્શાન પામેલ અને બંધ રસ્તાઓ ઝડપથી શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું હતું. જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) અને આરએન્ડબી પંચાયતની ટીમ સહિત નવસારી જિલ્લા તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે.

વિગતવાર જોઇએ તો, નવસારી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નવસારી હસ્તક નવસારી જિલ્લામાં કુલ -૬૮૭.૩૯ કિ.મી. લંબાઈના ૬૯ રસ્તાઓ આવેલા છે. જે પૈકી હાલમાં નવસારી જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદ અને પુરને કારણે રસ્તાઓ ઉપર ખાડાઓ પડ્યા હતા. જેમાં ૪.ર૧ કિ.મી. લંબાઈમાં ખાડા પડ્યા હતા. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા સંપૂર્ણ લંબાઈ પર મેટલપેચ પુર્ણ કરી લોકો માટે તમામ માર્ગોને ટ્રાફીકેબલ કરવામાં આવી દિધા છે. તેમજ આ તમામ રસ્તાઓ પર પાકા ડામર પેચની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જે આગામી સમયમાં પુર્ણ કરી નાગરિકો માટે વાહનવ્યહાર સરળ અને સુગમ બનાવવામાં આવશે.
આ ઉપરાંત આરએન્ડબી પંચાયત દ્વારા નવસારી જિલ્લામાં નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ તેમજ વાંસદા તાલુકાના સ્તાઓના મરામત માટે તાલુકા વાર એન્જીનીયરોની ટીમ કાર્યરત કરી ભારે વરસાદના કારણે નુક્શાન પામેલ અને બંધ રસ્તાઓને મરામત કરાયા હતા. તાજેતરમાં ગણદેવી તાલુકામાં રસ્તા અને પુલોને થયેલ નુકસાનીની મરામત કામગીરી તાત્કાલીક ધોરણે હાથ ધરાઈ હતી ગણદેવી ખાતે સરીબુજ્ર્ગ ઝંડા ચોક વિસ્તારમાં મરામત કરી જાહેર જનતા માટે વાહન વ્યવહાર યોગ્ય કરવામાં આવ્યો હતો.
આમ, નવસારી જિલ્લા તંત્ર દ્વારા ખરાબ થયેલા રસ્તાઓનું રીપેરીંગ કરી નવસારી જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી લવામાં આવી રહી છે.