નવસારીની દેશ અને દુનિયામાં જાણીતી સર્વાંગી કેળવણી આપતી સયાજી વૈભવ લાયબ્રેરી દ્વારા લીલુંછમ નવસારી શહેર જિલ્લા માટે દોઢ વર્ષનો કટિબદ્ધ દાખવતા પ્રોજેક્ટનો શુભારંભ થયો
- Local News
- September 13, 2024
- No Comment
સંસ્કાર નગરી નવસારી એ પુસ્તકોનું પાટનગર છે નવસારીમાંથી તૈયાર થયેલો બાળક દુનિયાભરમાં શ્રેષ્ઠ બાળક નીવડે ઉમદા નાગરિક તરીકે જે તે ક્ષેત્રને સ્થળમાં સક્રિય અને ઉમદા પ્રદાન કરે તે માટે માતાની મમતા અને પિતાના જતનના પ્રયત્નો સયાજી લાઇબ્રેરી કરી રહી છે ના પ્રમુખ પ્રશાંત પારેખ શ્રેષ્ઠ મહાજન સાથે સખાવત શિક્ષણ અને સંસ્કારના ત્રિવેણી લઈને પોતાની ટીમ સાથે ધૂણી ધખાવી છે શ્રીમતી માધવી રાજુ શાહ દિપક પરીખ કિર્તીદાનબેન વૈદ્ય જયપ્રકાશ મહેતા સહિત સૌ એક મંચ્ય અને સુરે લીલુછમ નવસારી બને અને તન મન ધન સબસે ઉપર વન એમ શહેર જિલ્લો સમગ્ર ગુજરાત અને દેશમાં ઉમદા ઉદાહરણ રૂપ બને તે માટે પર્યાવરણ રક્ષક તરીકેના સૈનિકોને તૈયાર કરવાનું ઉત્તરદાયિત્વ ડોક્ટર રાજેન્દ્ર શેઠજી તેમજ બીનાબેન પટેલ ઉમેશ દેસાઈ આંચલ મિશ્રા તેમજ નિશાબેન લાખાણી વિગેરે પોતાના ખભે ઉપાડી લીધું છે

આ પ્રસંગે સેવાભાવી તબીબ અને જાગૃત જવાબદાર નાગરિક ડો રાજન શેઠજી પર્યાવરણની રક્ષા અનિવાર્ય અને હવેના જમાનામાં આ સેવા નથી પણ સૌથી મોટી જવાબદારી છે એમ ખોંખારો ખાઈને જણાવ્યું હતું. સર્વશ્રી પ્રશાંત પારેખ દીપક પરીખ માધવીબેન શાહ તથા ઉપસ્થિતોએ આ પ્રોજેક્ટમાં શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ સાથે તમામ નવસારી શહેર અને જિલ્લો જાગૃતતા દાખવે એમ અપીલ થઈ હતી