
સેવા સેતુ– ૨૦૨૪:નવસારી જિલ્લાના નાગરિકોને સરકારની વિવિધ વિભાગની સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહેશે
- Local News
- September 14, 2024
- No Comment
નવસારી જિલ્લામાં તા.૧૭ મી સપ્ટેમ્બરથી ‘સેવા સેતુ’ કાર્યક્રમનો પ્રારંભ શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં ૧૦ માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.
સમગ્ર રાજ્યમાં તા.૧૭ સપ્ટેમ્બર- ૨૦૨૪ થી સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. ‘સેવાસેતુ’ કાર્યક્રમ થકી સરકારની મહેસૂલ, આરોગ્ય, વાહનવ્યવહાર સહિતના વિવિધ વિભાગની સેવાઓનો લાભ નજીકના સ્થળે જ આપવામાં આવશે. જે અંતર્ગત નવસારી જિલ્લામાં પણ તા.૧૭ મી સપ્ટેમ્બર-૨૦૨૪ થી શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં ૧૦ મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.
દશમાં તબકકાના સેવા સેતુ કાર્યક્રમ અનુસાર નવસારી ગ્રામ્ય માં તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ કોળી સમાજ ટ્રસ્ટની વાડી, નવાતળાવ, નવસારી, તા.૧૧/૧૦/૨૦૨૪ ના રોજ ધારાગીરી પ્રાથમિક શાળા, તા.૨૫/૧૦/૨૦૨૪ ના રોજ અંબાડા પ્રાથમિક શાળા, નવસારી ખાતે યોજાશે. જલાલપોર તાલુકામાં તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ પ્રાથમિક શાળા ચોખડ, તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ જલારામ મંદિર આટ, તા.૨૨/૧૦/૨૦૨૪ ના રોજ કોળી સમાજની વાડી મહુવર ખાતે યોજાશે.ગણદેવી તાલુકામાં તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ પ્રાથમિક શાળા ધનોરી, તા.૧૬/૧૦/૨૦૨૪ ના રોજ મહેતાવાડી, અક્ષત ચેરીટેબલ ટ્રસ્ટ-અમલસાડ, તા.૨૮/૧૦/૨૦૨૪ ના રોજ પ્રાથમિક શાળા દેવસર ખાતે યોજાશે.
https://x.com/CollectorNav/status/1834611254603796945?t=tj2e0QaaAplPpRG_FqpuAQ&s=19
ચીખલી તાલુકામાં તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ વાંઝણા ગામે, તા.૦૮/૧૦/૨૦૨૪ ના રોજ મલિયાધરા, તા.૨૨/૧૦/૨૦૨૪ ના રોજ કણભાઇ ગામે યોજાશે.ખેરગામ તાલુકામાં તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ જામનપાડા પ્રાથમિક શાળા, તા.૨૫/૦૯/૨૦૨૪ ના રોજ વાવ પ્રાથમિક શાળા, તા.૪/૧૦/૨૦૨૪ ના રોજ કાકડવેરી પ્રાથમિક શાળા ખાતે યોજાશે. વાંસદા તાલુકામાં તા.૧૭/૦૯/૨૦૨૪ ના રોજ પ્રાથમિક શાળા ખાંભલા, તા.૨૭/૦૯/૨૦૨૪ ના રોજ પીપલખેડ પ્રાથમિક શાળા, તા.૦૯/૧૦/૨૦૨૪ ના રોજ ભીનાર પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં તા.૨૧/૦૯/૨૦૨૪ ના રોજ વોર્ડ નં-૩ થી ૭, ૧૨, ૧૩ રામજીમંદિર હોલ, દૂધિયા તળાવ, નવસારી ખાતે, તા.૧૯/૧૦/૨૦૨૪ ના રોજ વોર્ડ નં-૧, ૨, ૮ થી ૧૧ સ્વામીનારાયણ મંદિર હોલ, મમતા મંદિર પાસે, નવસારી ખાતે યોજાશે. બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં તા.૨૩/૦૯/૨૦૨૪ ના રોજ વોર્ડ નં-૬ થી ૯ ડો. બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલ, બીલોમોરા ખાતે, તા.૧૦/૧૦/૨૦૨૪ ના રોજ વોર્ડ નં-૧ થી ૫, જલારામ હોલ, જલારામ મંદિર, બીલીમોરા ખાતે યોજાશે. ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં તા.૩૦/૦૯/૨૦૨૪ ના રોજ વોર્ડ નં-૧ થી ૩ ફાયર સ્ટેશન હોલ, ગણદેવી ખાતે, તા.૧૭/૧૦/૨૦૨૪ ના રોજ વોર્ડ નં-૪ થી ૬ ફાયર સ્ટેશન હોલ, ગણદેવી ખાતે સેવા સેતું કાર્યક્રમ યોજાશે. નવસારી જિલ્લાના નાગરિકોને નજીકના સેવાસેતુ કેમ્પમાં જઈને સરકારની વિવિધ વિભાગની સેવાઓનો ઘરબેઠા જ લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.