
બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય નવસારી દ્વારા સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર વાડીના વિશાળ ભવનમાં એક સપ્તાહ માટે તણાવમુક્તિ શિબિરનું ભવ્ય આયોજન
- Local News
- September 20, 2024
- No Comment
બ્રહ્માકુમારી નવસારી દ્વારા રાજ્યોગીની ગીતા દીદી અને ભાનુ દીદીના સથવારે ઇન્દોરના ખૂબ જાણીતા વક્તા અને પ્રખર રાજયોગીની પૂનમદીદીના તનાવ મુક્તિ પર પ્રવચનનો સાપ્તાહિક કાર્યક્રમ યોજાયો છે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જાણીતા સામાજિક અગ્રણી જીગ્નેશ રમેશચંદ્ર દેસાઈ એન જે ગ્રુપ તેમજ ધારાસભ્ય રાકેશ દેસાઈ નગરના પ્રથમ નાગરિક મિનલબેન દેસાઈ સૌરાષ્ટ્ર લેઉવા સમાજના પ્રમુખ મધુભાઈ કથીરિયા અને ચેમ્બરના ઉપપ્રમુખ હરીશભાઈ મંગલાણી દ્વારા દીપ પ્રાગટ્ય થયું હતું.
આ સપ્તાહિક તનાવ મુક્તિ શિબિરનું સંચાલન કરતા પ્રેરણાદાયી વક્તા એવા ઇન્દોરના પૂનમ દીધી ખુબ સરળ ભાવવાહી વાતોમાં જણાવ્યું કે ખુશી એ જ જીવનનું વરદાન છે પ્રસન્નતા જ આપણને પોષણ આપે છે નાની નાની વાતો કે મોટી વાતો હોય પણ આપણે સ્થિત પ્રજ્ઞ બનીએ અને પરિસ્થિતિને સ્વીકારી લઈએ તો તેનો સામનો કરવાની હિંમત આપણને મળે છે જીવન આનંદપૂર્વક જીવવાનું હોય છે અને સ્વસ્થતા શાંતિ સેવા આત્માને આનંદ આપતા હોય છે મારું સારું જ થશે આ સંકલ્પ મનમાં કરવાનો રહ્યો