ગીર નેશનલ પાર્ક તથા તેને સંલગ્ન વિસ્તારોમાં મુલાકાત લેવા માટે ભળતા નામથી પ્રવેશ પરમીટ બુકિંગ માટે ખાનગી કાર્યરત વેબસાઇટોને રાજ્ય સરકાર કે વન વિભાગ દ્વારા અધિકૃત કરવામાં આવેલ નથી
- Travel
- September 20, 2024
- No Comment
ગીર નેશનલ પાર્ક તથા તેને સંલગ્ન વિસ્તારોમાં પ્રવેશ પરમીટના બુકિંગ માટે ઇન્ટરનેટ પર ઓનલાઇન પર સર્ચ કરતાં ભળતા નામથી પ્રવેશ પરમીટ બુકિંગ માટે ખાનગી વેબસાઇટો કાર્યરત છે. આવી સાઇટોને રાજ્ય સરકાર કે વન વિભાગ દ્વારા કોઇ અધિકૃત કરવામાં આવેલ નથી. આવી ખાનગી વેબસાઇટો દ્વારા નાગરિકો સાથે બુકિંગના નામે ગેરરિતી થવાની શક્યતાઓ રહેલી છે. જેની નાગરિકો નોંધ લેવા વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
ખાનગી વેબસાઇટો દ્વારા ગેરકાયદેસર બુકિંગ તથા ઓનલાઇન બુકિંગમાં થતી ગેરરીતિ અટકાવવા માટે ફક્ત અને ફકત https://girlion.gujarat.gov.in આ ઓફીસીયલ વેબસાઇટ પર જ ઓનલાઇન બુકિંગ કરવા જાહેર જનતાને જણાવવામાં આવે છે.
જેમાં એક જ આઇ.પી. એડ્રેસ, ઇ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર પરથી માસ દરમ્યાન વધુમા વધુ ૬ (છ) જ પરમીટનું બુકિંગ થઇ શકે છે. બુકિંગ માટે પ્રવાસીએ બુકિંગ કરતાં સમયે રજીસ્ટ્રેશન કરવાનું થાય છે અને જેમાં મોબાઇલ નંબર દર્શાવવાનો રહે છે આ નંબર પર ઓ.ટી.પી.ની સુવિધા કાર્યરત છે અને ઓટોમેટીક બુકિંગ ન કરી શકાય તે માટે કેપ્ચાની સુવિધા પણ કાર્યરત છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલ 365 હેક્ટરમાં ફેલાયેલા આંબરડી સફારી પાર્કની મુલાકાત લઈને પ્રકૃતિ વચ્ચે વિહરતા સિંહો તેમજ પ્રાકૃતિક વૈભવ નિહાળ્યો હતો. મુખ્યમંત્રીએ આ સાથે આંબરડી ખાતેના ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત લઈને ગીરમાં સિંહના ઉદભવથી વર્તમાન વિસ્તરણ સુધીની ગાથાની ડિજિટલ પ્રસ્તુતિ નિહાળી હતી. મુખ્યમંત્રીએ સિંહ ઉપરાંત સાંભર બ્રિડિંગ સેન્ટર તથા વન્ય પ્રાણીઓ માટેના રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની પ્રવૃત્તિની પણ વિગતો મેળવી હતી.
ગીર નેશનલ પાર્ક તથા તેને સંલગ્ન વિસ્તારોમાં મુલાકાત લેવા માટે પ્રવેશ પરમીટ એડવાન્સ બુકિંગ માટે સરકારી ઓફીસીયલ વેબસાઇટ https://girlion.gujarat.gov.in કાર્યરત છે.