નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતીની બેઠક યોજાઈ
- Local News
- September 24, 2024
- No Comment
નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ સપ્ટેમ્બર-૨૦૨૪ માં તમામ લાભાર્થીઓને અનાજ સમયસર મળી રહે તથા એ.એ.વાય યોજના હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોને વિતરણ વ્યવસ્થા અંગે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા નાગરિક પુરવઠાની બેઠકમાં ઓગષ્ટ-૨૦૨૪ માં એન.એફ.એસ. એ. કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઓનલાઇનથી ૯૭.૩૧ ટકા અનાજ વિતરણ કરવામાં આવેલ છે. તેમજ એપ્રિલ- ૨૦૨૪ થી ઓગષ્ટ-૨૦૨૪ સુધીમાં જિલ્લાકક્ષાએ થી વાજબી ભાવની દુકાનની કુલ-૧૦૮, બિનપરવાનેદાર-૨૧, ગેસ એજન્સીઓ-૧૪, ગોડાઉન-૦૭, પેટ્રોલપંપ-૧૭ તપાસણી કરવામાં આવી છે.બેઠકમાં જિલ્લા પંચયાત પ્રમુખ પરેશભાઈ દેસાઈ તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.