
રાષ્ટ્રીય સ્મારક દાંડી ખાતે સ્વચ્છતા પખવાડિયાની કામગીરીનો શુભારંભ થયો
- Local News
- September 24, 2024
- No Comment
આઝાદીના પ્રવેશદ્વાર અને ઇતિહાસમાં શિરમોર ગણાતી દાંડીકૂચ ના ઐતિહાસિક સ્મારકનું વ્યવસ્થાપન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સ્મારકમાં વર્ષ દરમિયાન ઐતિહાસિક તથા જાહેર થયેલા રાષ્ટ્રીય દિવસોની ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે પણ દર વર્ષની જેમ આપણા વડાપ્રધાનના જન્મદિવસથી લઈને મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી એટલે કે એક પખવાડિયું જાહેર જગ્યાઓએ સ્વચ્છતાની કામગીરી કરીને ઉજવવામાં આવી રહી છે. સરકાર દ્વારા પણ સ્વચ્છતા હી સેવા અંગે કામગીરી કરી રહી છે. આ સમય દરમ્યાન ખાસ કરીને ઐતિહાસિક સ્થળો સૈફીવિલા, પ્રાર્થના મંદિર અને જાહેર રસ્તા વગેરે સ્થળોએ સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્મારકના સફાઇ કર્મીઓ તેમજ ગાર્ડન વિભાગના સેવક ભાઈ બહેનો જોડાયા હતા.
આ કામગીરીમાં વિસ્તારની આજુબાજુના ઘરના લોકો તેમજ દુકાનદારોને પણ સહભાગી કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને આ વિસ્તાર કાયમ માટે સ્વચ્છ રહે જેના લીધે પ્રવાસીઓ પણ પ્રેરણા લેતા હોય છે. સ્વચ્છતા એ કાર્યક્રમ નહીં પરંતુ આપણા સંસ્કાર બને ત્યાં સુધી આ અભિયાનમાં જોડાઈએ એ આપણાં સૌની જવાબદારી છે.