નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ મિત્રોને ‘સ્વચ્છતા હિરો’ તરીકે સન્માનીત કરવામાં આવ્યા

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ મિત્રોને ‘સ્વચ્છતા હિરો’ તરીકે સન્માનીત કરવામાં આવ્યા

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ કર્મચારીને ફક્ત સફાઈ માટે નહિ પરંતુ તેઓની આવડત અને તેમની કાબેલિયતને પણ ઘ્યાને લઇ તેઓના કામગીરીની સરાહના કરવામાં અવી રહી છે. નગરપાલીકાના કાગદીવાડ પાસે આવેલા કચરાના સ્પોટ પાસે અને ગાર્ડનોમાં નગરપાલિકાના સફાઈ કામદાર દ્વારા વોલ પેઇન્ટીંગ અને અને મ્યુરલ પેઇન્ટીંગ કામગીરી કરવામાં આવેલ છે જેને ચીફ ઓફિસર દ્વારા ‘સ્વચ્છતા હિરો’ તરીકે આજરોજ સન્માનિત કરવામાં આવ્યા હતા.

સ્વચ્છતા હી સેવા “સ્વભાવ સંસ્કાર સ્વચ્છતા” અંતર્ગત નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આજરોજ ‘સ્વચ્છતા હીરો’ને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કાગદીવાડ પાસે આવેલા કચરાના સંવેદનશીલ સ્પોટ પર બ્રાન્ડ એમ્બેસેડર, સ્થાનિક રહેવાસીઓ, નગરપાલિકા સ્ટાફ મદદથી આ જગ્યા પર બ્યુટીફિક્શન કામગીરી કરવામાં આવી હતી.

આ જગ્યાને સાફ સફાઇ કરી એક એક સેલ્ફી પોઇન્ટ તરીકે બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં સ્થાનિક રહેવાસીઓ જેમાં સુફિયાનભાઈ દ્વારા આ જગ્યા પર રૂ.૨ લાખ જેટલા સ્વ ખર્ચ કરી RCC કરવીને બેસવા માટે બાકડા મુકાવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા આ બાબતને ધ્યાને લઈ સુફિયાનભાઈની સ્વચ્છતા પ્રત્યેની પહેલને ચીફ ઓફીસર દ્વારા ‘સ્વચ્છતા હિરો’ તરીકે સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ સ્થળ પર નગરપાલિકામાં સફાઈ કરતા એવા સફાઇ કર્મચારી કિરણભાઈ કાંતિભાઈ અને ઇન્દ્રજીતભાઈ ચીમન ભાઈ દ્વારા સુંદર ભીત ચિત્ર અને સ્વચ્છતા સંદેશ વોલ પેઇન્ટીંગ કરવામાં આવી હતી. તેઓની સ્વચ્છતા જાળવવા બાબતની કામગીરી અને કાબેલિયતને પણ નગરપાલિકા દ્વારા ઘ્યાને લઈ તેઓને પણ ‘સ્વચ્છતા હીરો’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *