જનમંચ કાર્યક્રમ: બીલીમોરા શહેર ખાતે કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડાનો જનમંચ કાર્યક્રમ યોજાયો, લોક પ્રશ્નો સાંભળી ને બોલ્યા “બીલીમોરા ભ્રષ્ટાચાર માટે વખાણય” છે

જનમંચ કાર્યક્રમ: બીલીમોરા શહેર ખાતે કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડાનો જનમંચ કાર્યક્રમ યોજાયો, લોક પ્રશ્નો સાંભળી ને બોલ્યા “બીલીમોરા ભ્રષ્ટાચાર માટે વખાણય” છે

કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં જઈ જનમંચ કાર્યક્રમ યોજી લોકોની સમસ્યાઓ સાંભળીને તેને સરકાર સુધી પહોંચાડી તેનું હકારાત્મક નિરાકરણ લાવવા માટેના પ્રયાસોના ભાગરૂપે નવસારી જિલ્લાના બીલીમોરા શહેર ખાતે આજરોજ વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ નો જનમંચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉપરોક્ત જનમંચ કાર્યક્રમમાં બીલીમોરા શહેર તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર સહિત ચીખલી, વાંસદા ના લોકો પોતાના પ્રશ્નો ખાસ કરીને આદિવાસીઓના જમીન સંપાદન, ગાયકવાડી મીલ ચાલના વળતર,વોર્ડ 2ના પાણી, મહિલાના દિવ્યાંગ પતીનો પ્રશ્ન, મધ્યાહન ભોજન ગુણવત્તા, મનરેગા કામના ભ્રષ્ટાચાર, રોડ રસ્તાઓ,હાઇવે નંબર 56 ને નવો નહીં પરંતુ પહોળું કરવાની માંગ, પોલીસ દ્વારા થતો અન્યાય, હળપતિ સમાજના ઓછા આવાસો મંજૂર થતા હોવાની રાવ, વર્ષોથી પોતાની જમીનમાં રસ્તો ન મળવાની ફરિયાદ, બીલીમોરામાં બ્રિજ ઉપરથી નીચે પડી મૃત્યુ પામેલા હળપતિ યુવાનની હત્યા થઈ હોવાની ફરિયાદ, જેવા અનેક પ્રશ્નો જનમંચમાં લોકોએ વર્ણવી ન્યાયની આશા સેવી છે પ્રશ્નો જનમંચ કાર્યક્રમમાં વિગેરે લઈને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

https://youtu.be/MrrM_h7xrpA?si=oVXeRokeloNvQAfQ

બીલીમોરા શહેરના ભાજપના કાર્યકર એવા કમલેશ બારોટ નામના વ્યક્તિએ 20 કિલો જેટલી RTI અને લેખીત રજૂઆત કરેલા એક ભરેલો થેલો લઈ જનમંચ કાર્યક્રમમાં લોકો સમક્ષ ઠાલવ્યો જે જોઈએ લોકો અચબિંત થઈ ગયા હતા, જેમાં તેમણે બીલીમોરા શહેરમાં મહત્તમ ભ્રષ્ટાચાર થતો હોવાની હૈયા વરાળ ઠાલવી હતી સાથે જ આ રજૂઆત ખોટી હોય તો 51 હજાર રૂપિયા તેઓ ચેલેન્જ આપનારને આપશે તેવી પણ વાત તેમણે કરી હતી, શહેરના તમામ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર હોવાની તેમજ ચૂંટાયેલા સભ્યો સહિત સરકારી કર્મચારીઓ તથા કોન્ટાકટરો કટકી કરતા હોવાની પણ આક્ષેપ તેમણે કર્યા હતા

 

કોંગ્રેસ ધ્વારા રાજયના જુદા જુદા જિલ્લાઓમાં જનમંચ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે અંતર્ગત દક્ષિણ ગુજરાતના પ્રવાસે નવસારીના બીલીમોરા ખાતેથી સમગ્ર રાજ્યમાં વિપક્ષી નેતા અમિષ ચાવડા દ્વારા જનમંચ કાર્યક્રમ અંતર્ગત જે તે શહેર સહિત લોકોના સળગતા પ્રશ્નોને સાંભળી તેની રજૂઆત વિધાનસભામાં કરશે તેવી લોકોને હયાધરપત આપી હતી આ કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ સહિત કોંગ્રેસી અગ્રણીઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શહેરના અનેક પ્રશ્નોથી પીડાતા લોકોએ લેખિત અને મૌખિકમાં પોતાની રજૂઆત કરી હતી.

ધરમપુર તાલુકામાં કામ કરતા જેટકોના 66કેવીના કર્મચારીઓનો પગાર છેલ્લા ત્રણ મહિનાથી અટકેલો હતો જે અંગે વિપક્ષી નેતા અમિત ચાવડાએ ઉપરી કક્ષાએ રજૂઆત કરતા તાત્કાલિક તેમના પગારની ચુકવણી કરવામાં આવી હતી જે અંગે કર્મચારીઓ દ્વારા અમિત ચાવડા તથા ધારાસભ્ય અનંત પટેલ અભિવાદન પણ કાર્યક્રમમાં કર્યું હતું

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *