નારણલાલા કોલેજની ક્રિશા દેસાઈની યુનિવર્સીટી ટીમમાં પસંદગી થઈ
- Sports
- September 28, 2024
- No Comment
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ના નેજા હેઠળ એમ. કે. કોમર્સ કોલેજ, ભરૂચ ખાતે વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સીટી જનાર બહેનોની બેડમિન્ટન ટીમ ની પસંદગી સ્પર્ધા યોજાઈ હતી જેમાં નારણ લાલા કોલેજ માં એફ.વાય.બીસીએ માં અભ્યાસ કરતી ક્રિશા જી. દેસાઈ ની પસંદગી થયેલ છે

જેઓ જે. જે. ટી. યુનિવર્સીટી, રાજસ્થાન ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીનું પ્રતિનિધિત્વ કરશે. આ અનેરી સિદ્ધિ બદલ યોગ્ય માર્ગદર્શન આપનાર શા.શિ. ના વ્યાખ્યાતા ડો. મયુર પટેલ અને ક્રિશાને સંસ્થાના ચેરમેન મહેશભાઈ કંસારા,કો. ઓડીનેટર ખ્યાતિબેન કંસારા,ડાયરેક્ટર ડો . વી. ડી. નાયક, આચાર્ય ડો. સુનીલભાઈ નાયકએ અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી.