
હવામાન વિભાગ: આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ
- Local News
- September 28, 2024
- No Comment
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે સમગ્ર દિવસ દરમિયાન અંધારું વાતાવરણની સાથે વરસાદી માહોલ વચ્ચે નવસારીમાં ચોથા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં નવા નીર આવક સાથે જળસ્તરમાં વધારો નોંધાયો છે.
નદીઓ ના કચમેન્ટ એરીયા એવા બુહારી અનાવલ મહુવા વાલોડ તેમજ ડાંગ સુધીર વિસ્તારોમાં સારો વરસાદ વરસતા નદીઓના રસ્તામાં વધારો નોંધાયો છે નવસારી શહેરની નજીકથી વહેતી એવી લોકમાતા એવી પુર્ણા નદીના કેચમેન્ટ એરીયા જેવા કે અનાવલ,વાલોડ, ડોલવણ તેમજ અનાવલના જંગલ વિસ્તારોમાં સારો વરસાદ પડતા ની સાથે તેની સીધી અસર પૂર્ણા નદીમાં થાય છે.
છેલ્લા છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો મામલતદાર નવસારી દ્વારા અપાયેલી માહિતી મુજબ નવસારી જિલ્લાના છ તાલુકાઓ નવસારી જલાલપુર ગણદેવી ચીખલી ખેરગામ તથા વાંસદા તાલુકામાં આ મુજબ વરસાદ વરસ્યો છે
નવસારી તાલુકામાં 3.24 ઈંચ
જલાલપોર તાલુકામાં 3.4 ઈંચ
ગણદેવી તાલુકામાં 2.92 ઈંચ
ચીખલી તાલુકામાં 1.04 ઈંચ
ખેરગામ તાલુકામાં 1.72 ઈંચ
વાંસદા તાલુકામાં 1.48 ઈંચ
આજે સવારે છ વાગ્યા થી અત્યાર સુધીમાં
આજે સવારે છ વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં નવસારી જિલ્લાના છ તાલુકામાં વરસેલા વરસાદ આ પ્રમાણે છે
નવસારી તાલુકામાં 1 ઈંચ
જલાલપોર તાલુકામાં 1.12 ઈંચ
ગણદેવી તાલુકામાં 1 એમ.એમ
ચીખલી તાલુકામાં 3 એમ એમ
ખેરગામ તાલુકામાં 0.5 ઈંચ
વાંસદા તાલુકામાં 6 એમ .એમ
વરસાદ ઉપરોક્ત માહિતી ડીઝાસ્ટર મામલતદાર નવસારી આપેલ માહિતીઓ અનુસાર છે
નવસારી જિલ્લામાં પસાર થતી અને અરબ સાગર મળતી એવી લોકમાતાઓ પૂર્ણા, અબિંકા, કાવેરી નદીઓએ જળસ્તર આ પ્રમાણે છેપૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફુટ છે તેની હાલની સપાટી 10 ફુટ ઉપરથી વહી રહી છે.પૂર્ણા નદી મહુવા ખાતે જળસપાટી 13.77 ફુટ સાથે વહી રહી છેઅંબિકા નદી ભયજનક સપાટી 28 ફુટ છે તે હાલમાં 11.31 ફુટ ઉપરથી વહી રહી છે.કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફુટ છે તે હાલમાં 9.50 ફૂટ ઉપર વહી રહી છે
હવામાન વિભાગ આગાહી કરાઈ
છેલ્લા ત્રણ દિવસથી એકાએકા વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, અને દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે આજે રાજ્યનાં 14 જીલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
આપને જણાવી દઈએ કે આજરોજ બપોર ૧૨ વાગ્યા બાદ વરસાદ વિરામ લેતા નવસારીવાસીઓએ હાશકારો અનુભવ્યો છે.