રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત વિરોધી કરેલા નિવેદનને પગલે નવસારીમાં ભાજપ દ્વારા ધરણાં કરાયા
- Local News
- September 27, 2024
- No Comment
ભારત દેશના વિરોધી નેતા રાહુલ ગાંધીની બેધારી નીતિથી દેશના બંધારણ પ્રત્યેની નિષ્ઠા નિમ્ન કક્ષાએ લઈ જઈ અઘોષિત વૈચારિક યૂદ્ધનો આરંભ કરી ચૂક્યા છે. દેશમાં બંધારણ બચાવવાની બૂમરેંગ અને વિદેશની ધરતી પરથી કચડાયેલા દલિત, આદિવાસી, સામાજિક કે આર્થિક રીતે નબળા વર્ગની સૈદ્ધાંતિક અધિકારનું નિકંદન કાઢી નાખીએ એવા બંધારણ વિરુદ્ધનું નિવેદન આપી બે મોઢાની ચકરણની સંકુચિત વિચારથી રાષ્ટ્ર વિરુધીનો મુખવટો બહાર પડ્યો છે.
ભારતીય જનતા પાર્ટી એક સંવેદનશીલ રાજકીય પક્ષ છે જેમને અનામતની સુરક્ષા માટે તો કટિબદ્ધ છે પણ econimicaly weak section(EWS) આર્થિક રીતે નબળા વર્ગને પણ અનામતની ફાળવણી કરી સમાજને અને આ દેશને સમતોલ કરવા પ્રયત્ન કર્યો છે.

આજના ધરણાં કાર્યક્રમમા માજી કેબિનેટમંત્રી અને વડોદરા મહાનગરના પૂર્વપ્રમુખ ડો.જીવરાજભાઈ ચૌહાણ,નવસારી જિલ્લા સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ,પ્રદેશ મંત્રી શીતલબેન સોની, માજી કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય નરેશભાઈ પટેલ,ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ઓબીસી પ્રદેશ મહામંત્રી સનમભાઇ પટેલ,જિલ્લા મહામંત્રી અશ્વિનભાઈ પટેલ,જીગ્નેશભાઈ નાયક,અનુસૂચિત જાતિ પ્રદેશ ઉપપ્રમુખ વસંતભાઈ પરમાર,નગરપાલિકા પ્રમુખ મીનલબેન દેસાઈ,બીજેપી શહેર પ્રમુખ પરેશભાઈ કસુંદ્રા,ત્રણેય મોરચાના જિલ્લા,મંડળના પ્રમુખ મહામંત્રી સાથે મોટી સંખ્યામાં આગેવાન કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.સુરેશભાઈ મકવાણા દ્રારા ડો. બાબા સાહેબ આંબેડકર ના ત્યાગપત્રનું વાંચન કર્યું હતું.

પ્રમુખ વક્તા જીવરાજભાઈએ વિસ્તૃત માહિતી આપી કોંગ્રેસ ની વર્ષોથી ઘરથુથીમાં રહેલી માનસિકતા વ્યક્ત કરી હતી.જિલ્લા પ્રમુખ ભુરાભાઈએ રાહુલની બે મોઢાની અને દેશને તોડવાની કૂટનીતિ ની ટીકા કરી સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.આ ધરણાં કાર્યક્રમનું આયોજન ઓબીસી જિલ્લાપ્રમુખ શૈલેષ માલી અને એસ.સી જિલ્લાપ્રમુખ નિલેશ ગોજલે ,અને અરવિંદભાઈ ગરાસિયા દ્રારા કર્યું હતું. ધરણાં સભાનું સંચાલન શૈલેષ માલી એ કર્યું હતું.અને અંતમાં રાહુલને સદ્બુદ્ધિ પ્રાપ્ત થાય તે માટે રામધૂન કરી ધરણાં સમાપન કાર્ય હતા
