
વાંસદાના મોટી વાલઝર દિપડાના હુમલામાં ઘાયલ દશ વર્ષીય બાળકી ની સાંસદ ધવલ પટેલ મુલાકાત લીધી,પરિવાર બનતી તમામ મદદ કરવાની બાહેંધરી આપી
- Local News
- September 27, 2024
- No Comment
વાંસદાના મોટી વાલઝર ગામે ખાતે ડુંગરી ફળિયામાં રહેતી દશ વર્ષીય બાળકી ઉપર દીપડાએ ગતરોજ સાંજના સમયે અચાનક આવી હુમલો કર્યો હતો. ડુંગરી ફળીયામાં શિક્ષક કમલેશભાઈની દશ વર્ષીય બાળકી અંતરા કમલેશભાઈ પટેલ પર એકા એક દીપડાએ હુમલો કરતા બાળકી ગળાના ભાગે તથા કાન પાસે નખ તથા દાંતના ઊંડા ઘા થઈ જવા પામ્યા હતા તેને ગંભીર ઇજા થઇ હતી. દશ વર્ષીય બાળકીને તુરંત સારવાર માટે વાંસદાની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી.
આ સમગ્ર ઘટનાની જાણ વાસંદા પશ્ચિમ વિભાગ વન વિભાગને થતાં દીપડાને પકડવા પાંજરું મુકવાની કામગીરી હાથ ધરાઈ છે.પશ્ચિમ વનવિભાગ આર.એફ.ઓ જે.ડી રાઠોડ સહિત સ્ટાફ પાંજરૂ ગોઠવી દિપડાને પકડવા માટે તે અંગે ની કાર્યવાહી હાથ ધરાઈ છે
વાંસદા ખાતે જરૂરી સારવાર બાદ આ બાળકી વધુ સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામાં આવી છે.આ ધટનાની જાણ થતા મોટી વાલઝર ગામે દીપડાના હુમલામાં ઘાયલ બાળકી ની સુરત ની હોસ્પિટલમાં મુલાકાત લેતા લોકસભા ના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઇ આજરોજ હોસ્પીટલ ખાતે ઈજાગ્રસ્ત બાળકીની રૂબરૂ મુલાકાત લઈ ખબર અંતર જાણી હતી. તેમજ હોસ્પીટલ ના ડોકટર સાથે ચર્ચાઓ કરી બાળકીના સારવારમાં કોઈ કચાસ ન રહે, સારી દેખરેખ થાય, એ માટે જણાવ્યું હતું, તેમજ બાળકીના પરિવારને બાળકી જલ્દી સ્વસ્થ થાય એ માટે હૂંફ આપી, બનતી તમામ મદદ કરવાની બાહેંધરી આપી હતી.
વાંસદાના મોટી વાલઝર દિપડાના હુમલામાં ઘાયલ દશ વર્ષીય બાળકી સાંસદ ધવલ પટેલ મુલાકાત લીધી,પરિવાર બનતી તમામ મદદ કરવાની બાહેંધરી આપી