ત્રણ દિવસમાં ફરી એકવાર હુમલો: વાંસદાના ઉપસળ ગામે વધુ એક બાળકી હુમલાનો શિકાર બની, બંને ગામની ધટના વચ્ચે માત્ર ત્રણ કિલોમીટર અંતર

ત્રણ દિવસમાં ફરી એકવાર હુમલો: વાંસદાના ઉપસળ ગામે વધુ એક બાળકી હુમલાનો શિકાર બની, બંને ગામની ધટના વચ્ચે માત્ર ત્રણ કિલોમીટર અંતર

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ગામમાં દીપડાએ ફરી એકવાર ૧૦ બાળકી પર હુમલાનો શિકાર બની. આ ઘટના તાજેતરમાં એક સપ્તાહમાં વાંસદા વિસ્તારનો બીજો હુમલો નોંધાવા પામ્યો છે, વાંસદા પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઉપસળ ગામમાં રહેતી 10 વર્ષની સિદ્ધિ પટેલ નામની બાળકી પર દીપડાએ અચાનક આવી હુમલો કર્યો હતો ગત ગુરુવારના રોજ મોટીવાલઝર ગામે દિપડાના હુમલો બાળકી પર થયો હતો તેવાજ સામ્યતા ધરાવતા દિપડાના હુમલાના નિશાન જોવા મળી રહ્યા છે

ઘાયલ બાળકીને તાત્કાલિક સારવાર માટે વાંસદા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઉપસળ ગામ સહિત આજુબાજુના ગામો સહિત સ્થાનિક લોકોની ચિંતા વધી જવા પામી છે. કારણ કે પૂર્વ પટ્ટીના વિસ્તારમાં લોકો ઉપર સતત દીપડાના હુમલાનો તેમાં પણ ખાસ કરીને નાના બાળકો દિપડાના હુમલાનો શિકાર બની રહ્યા છે. આ ધટના બાબતે વન વિભાગના આર.એફ.ઓ જે ડી રાઠોડ અધિકારીને જાણ કરવામાં આવી છે, અને મામલાની અધિકારીઓ તથા કર્મચારીઓ વધુ તપાસ ચલાવી રહ્યા છે.વાંસદા પશ્ચિમ વનવિભાગ ધ્વારા દિપડાને પાંજરે પુરવાર જરૂરી પાંજરા તેમજ નાઈટ વિઝન કેમેરા (ટ્રેપ કેમેરા ) પણ ગોઠવવામાં આવી રહ્યા છે.

વાંસદાના મોટી વાલઝર ગામે ત્રણ દિવસ હુમલા થયાની શાહી હજુ સુકાઈ નથી. ડુંગરી ફળિયામાં રહેતા શિક્ષક કમલેશભાઇ ની ૧૦ વર્ષીય દીકરી પર એકા એક દીપડાએ હુમલો કરતા બાળકીના ગળા તથા કાન નજીક ભાગે નખ તથા દાંતના નિશાન પડ્યા  છે. જેથી તેણીને તાત્કાલિક સુરત ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

દિપડાના હુમલા બંને બાળકીઓની ઈજાઓની તસ્વીર જોતા વન્યજીવ ઉપર કામ કરતા નિષ્ણાંત માનવું કે હુમલો કરનાર દિપડો એકજ હોવાનું તારણ કરી રહ્યા છે.મોટીવાલઝર અને ઉપસડગામ વચ્ચે માત્ર ત્રણ કિલોમીટર અંતર છે તેથી એકજ દિપડાએ એકાએક આવી હુમલો કર્યાનું નકારી શકાય એમ નથી.

વાંસદા તાલુકામાં ત્રણ દિવસમાં બીજી વખત વધુ એક બાળકી ઉપર દીપડાએ હુમલાનો  શિકાર બની: બંને ગામની ઘટના વચ્ચે માત્ર ત્રણ કિલોમીટર અંતર છે 

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *