વાંસદાના ૨૭ ગામોમાં મનરેગા યોજના અંતર્ગત વાડી આંબા કલમો માટેની પરવાનગી ને લઈ સાંસદ ધવલભાઈ પટેલના પત્રને લઈ જિલ્લા વહીવટીતંત્ર મંજૂરી આપી

વાંસદાના ૨૭ ગામોમાં મનરેગા યોજના અંતર્ગત વાડી આંબા કલમો માટેની પરવાનગી ને લઈ સાંસદ ધવલભાઈ પટેલના પત્રને લઈ જિલ્લા વહીવટીતંત્ર મંજૂરી આપી

નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ગામોમાં મનરેગા યોજના અંતર્ગત આંબા કલમો માટે જરૂરી મંજૂરીઓ ન મળતા ઘણાં લોકો અટવાઈ ગયા હતા.આ અંગે વલસાડ ડાંગ સંસદીય મતક્ષેત્ર આવતા વાંસદા વિસ્તારના લોકો આ અંગે લોકસભા દંડક અને વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ રજૂઆત કરી હતી

આ રજૂઆત મળતા સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા તાલુકા ના ૨૭ જેટલા ગામોમાં મનરેગા યોજના અંતર્ગત વાડી આંબા કલમના કામ માટેની પરવાનગી છેલ્લા ઘણા સમયથી મળતી ન હતી આ અંગે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે નવસારી જિલ્લા ડીડીઓ અને નિયામકને પત્ર લખી તાત્કાલિક ધોરણે મંજૂરીઓ આપવા માટે જણાવ્યું હતું

જે આ પત્ર અનુસંધાનમાં ગણતરીના દિવસોની અંદર વાડી આંબા કલમ ના કામ માટેની પરવાનગી મળી જતા ૨૭ ગામના ખેડૂતોમાં સહિત અન્ય લોકોમાં આનંદ લાગણી છવાઈ જવા પામી છે

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *