ખેલૈયાઓ અને વેપારીઓ માટે સારા સમાચાર: હવે નવરાત્રિમાં મોડી રાત સુધી રમી શકાશો ગરબા, ગુજરાત સરકારની મોટી જાહેરાત કરી

ખેલૈયાઓ અને વેપારીઓ માટે સારા સમાચાર: હવે નવરાત્રિમાં મોડી રાત સુધી રમી શકાશો ગરબા, ગુજરાત સરકારની મોટી જાહેરાત કરી

નવરાત્રી પર્વને લઈને ખેલૈયાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે ગરબા રમવાને લઈને મોટો નિર્ણય લીધો છે. ખેલૈયાઓ હવે મહાનગરોમાં મોડી રાત સુધી ગરબા રમી શકશે.

નવરાત્રિ પર્વના મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે આ વખતે નવરાત્રીને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે હવે મોડી રાત સુધી ખેલૈયા ગરબા રમી શકશે. જેને લઇને સમગ્ર ગરબા ઉત્સુકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અને સૌ કોઇ આજે જ ગરબે ઝુમી ઉઠ્યા હતા.સાથે જ ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો અને વ્યવસાય પણ કરી શકશે. આ અંગે નવરાત્રીને લઈને 10 દિવસ માટે લોકો એ પોલીસના સૂચનોને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે.

રાજયમાં નવરાત્રીમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે

નવરાત્રીને લઈને ખેલૈયાઓ માટે મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે ગરબા રમવાને લઈને મોટો નિર્ણય લેવા માં આવ્યો છે. ખેલૈયાઓ હવે મોડી રાત સુધી ગરબા રમી શકશે. સાથે ધંધાર્થીઓ પણ આ દરમિયાન પોતાનો ધંધો રોજગાર ચાલુ રાખી શકશે. આયોજકોને પણ નિયમો અનુસરવા નિર્દેશ સાથે હર્ષ સંઘવી જણાવ્યું છે. સાથે ગરબાની મજા સાથે નિયમોનું પણ પાલન કરવાનું જણાવ્યું છે

https://x.com/sanghaviharsh/status/1839948170731892952?t=QzBahSMcV2c-1QSlSAgEVA&s=19

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત

નવરાત્રી પાવન પર્વ ને લઈ ગુજરાતભરમાં તાડમારથી તૈયારીઓ હાલમાં ચાલી રહી છે ત્યારે હવે આ તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જોકે તે પહેલા ખેલૈયાઓ માટે ગરબા રમવાને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે. નવારાત્રીમાં આયોજકો દ્વારા એઆઈ કેમેરા,સીસીટીવી કેમેરા,ફાયર સેફ્ટી સહિતની ગાઈડલાઈન સાથે ગરબા રમાડવાની સૂચના આપવામાં આવવી હતી. તે સાથે આયોજકો માટે પણ ગાઈડલાઈન મુજબ નવરાત્રીનું આયોજન કરવા અંગે સૂચના આપવામાં આવી ત્યારે આ બધાની વચ્ચે ખેલૈયાઓ માટે મોડી રાત સુધી ગરબા રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે આ તહેવારમા સૌ ખેલૈયાઓ મા અંબાની ભક્તિમાં ભરપૂર રંગાઇ શકે અને મોડી રાત સુધી રમી શકે , ઉપરાંત નાના મોટા ફેરીયા, દુકાનો વાળા અને વેપારીઓ ધંધો કરી શકે તેને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો અને આ માટે પોલીસને સૂચના પણ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત આયોજકોને પણ મારી વિનંતી છે કે તે લોકો ડીજે અને બેન્ડનો અવાજ લોકો હેરાન ન થાય તેવો રાખે. તથા ખેલૈયાઓ ગરબા રમી શકે તેને લઇ રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરંતુ સાથે સાથે લોકો પણ પોતાની ફરજ નિભાવે તે મહત્વનું છે. નવરાત્રિમાં દિલથી મા અંબેની ભક્તિ કરી શકો તેવી શુભકામનાઓ.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *