મહાત્મા ગાંધીજીની 1926માં મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપાની ઐતિહાસિક મુલાકાત

મહાત્મા ગાંધીજીની 1926માં મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપાની ઐતિહાસિક મુલાકાત

મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપાનીમાં 1926માં મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક મુલાકાતના સ્મરણમાં વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, ગુરુકુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળે મહાત્મા ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું.


ગાંધીજીએ 1926માં ગુરુકુલની મુલાકાત દરમિયાન પોતાના સંદેશમાં ગુરુકુલને ઉદ્દેશીને બિરદાવતા લખ્યું હતું, ” આ ગુરુકુળ જોવાની મારી ઇચ્છા આજે પૂરી થઈ. હું ઇશ્વરનો આ માટે પાર માનું છું. ગુરુકુળની વૃદ્ધિ થાઓ આ ગુરુકુલમાંથી વિદ્યાર્થીઓ સાચા ધર્મસેવક અને દેશસેવક બને તેવું હું ઈચ્છું છું.”


આ સંદેશ આજે પણ ગુરુકુલ માટે ગૌરવ અને પ્રેરણાનું સ્ત્રોત છે. આને ધ્યાનમાં રાખીને 450થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓએ મળીને કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.


કેમ્પસ ડાયરેક્ટર ડૉ. ચંદ્રગુપ્તજી અને સહ-કેમ્પસ ડાયરેક્ટર શ્રી સુરેશભાઈ રત્નાણીએ વિદ્યાર્થીઓને સફાઈ અભિયાનને સતત જાળવવા અને મહાત્મા ગાંધીજીના મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે પ્રેરિત કર્યા.
આ પ્રસંગે ધોરણ 9ના વિદ્યાર્થીઓને ‘ગાંધી’ ફિલ્મ બતાવવામાં આવી, જેથી તેઓ મહાત્મા ગાંધીજીના વિચારોને સમજીને જીવનમાં અનુસરી શકે. જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ ચૌધરીએ ગુરુકુલના સ્વચ્છતા અભિયાનને બિરદાવ્યું અને વિદ્યાર્થીઓમાં સ્વયં શ્રમ અને સ્વચ્છતાના મૂલ્યો વિકસિત કરવાનો હેતુ જતાવ્યો.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારી ઓની વિશેષ હાજરી રહી હતી અને તેમણે ગુરુકુલના આ પ્રયાસોની પ્રશંસા કરી.ગુજરાત ગુરુકુલ સભાના મંત્રી પંકજસિંહ ઠાકોર દ્વારા વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવ્યું હતું

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *