
રેલ્વે મુસાફરી દરમિયાન દરવાજા ઉપર બેસતા ચેતજો, મોબાઈલ સ્નેચિંગ દરમિયાન યુવાન નીચે પટકાતા પગ ગુમાવવાનો વારો આવ્યો
- Local News
- October 3, 2024
- No Comment
નવસારી વિજલપોર ફાટક ઉપર ગત મહિનામાં 18/9/2024ના બુધવારના રોજ નવસારી સુરતના શિક્ષક વલસાડ ખાતે કણાવતી ટ્રેન મારફતે જતા હતા તે સમયે ટ્રેનમાં ભીડ હોવાથી બેગ આગળ છાતી ભાગે ભેરવી ટ્રેનનાં દરવાજા પાસે બેસી મોબાઈલ વાત તો કરતા દરમિયાન નવસારીનાં વિજલપોર ફાટક પાસ ટ્રેન આવી પહોંચી હતી.ત્યાં ઉભેલો એક 20 થી 25 વર્ષનો યુવાને એ ફોન પર વાત કરતા શિક્ષકના હાથમાં મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને ચોર ઈસમ પોતાનો હાથ ખેંચવા જતા શિક્ષક એવા યુવાનનાં છાતીના ભાગે લટકાવેલ બેગ માં હાથ ભેરવાઈ જતા ખેચતા ફરિયાદી રાજેશ ધનજીભાઈ ધંધુકિયા નીચે જતા પટકાયો હતો.
જેમાં ટ્રેનની અડફેટે આવતા તેનો ડાબો પગ કપાઈ ગયો અને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં તેણે પોતાનો એક પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. નવસારી રેલવે સ્ટેશન નજીક પ્રથમવાર મોબાઇલ ચોરવાની ઘટના બનતા નવસારી પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે. આ બાબતે રેલવે પોલીસમાં ફરિયાદ પણ આપી હતી.
https://youtu.be/c9zI7DqWf3g?si=3MM1EJGvW88NBlnY
ઉપરોક્ત ધટના અંગે વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચિંગ તથા ગુનાહિત મનુષ્યવધની કોશિશનો ગુનો નોંધવામાં આવે હતો.અવારનવાર નવસારીમાં મોબાઈલ ચોરી તેમજ સ્નેચિંગ ગુનાઓ નોંધાતા રહે છે આરોપીઓ એકંદરે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર માંથી મોપેડ મારફતે આવી સ્નેચીંગ કરી ભાગી શકે તેવી રેલ્વે ટ્રેક તેમજ રસ્તા પસંદ કરતા હોય જેથી રેલ્વે સ્ટેશન/રેલ્વે ફાટક તરફ આવતા-જતા રસ્તાઓ ઉપર લાગેલ નવસારી એલ.સી.બી ટીમ ધ્વારા શહેરમાં તેમજ દુકાનો જેવા વિસ્તારમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરાની ફુટેજો ચેક કરી શંકાસ્પદ ઇસમોના ફુટેજો મેળવી ઉપરોકત ગુનામાં સંડોવાયેલ ઇસમની ઓળખ પ્રસ્થાપિત કરી આરોપીને પકડી પાડવા કામગીરીઓ કરાઈ હતી
નવસારી એલ.સી.બી પીઆઈ વી.જે.જાડેજા તથા એલ.સી.બીના પીએસઆઈ.એસ.વી.આહીર, પીએસઆઈ આર.એસ.ગોહીલ તથા એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસોને વિજલપોર ફાટક ઉપર મોબાઈલ સ્નેચિંગ ગુનાને લઈ એસ.સી.બી.સ્ટાફના અધિકારી/કર્મચારીઓ ઉપરોકત બનાવની ગુનાવાળી જગ્યાએ જઈ જગ્યા જઈ રસ્તાઓ ઉપર લાગેલ સી.સી.ટી.વી.કેમેરાઓની ફુટેજો મેળવી એનાલીસીસ કરી આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરી ખાનગી બાતમીદારો રોકી તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી વર્ક આઉટમાં હતા. તે દરમિયાન તા.૦૨/૧૦/૨૦૨૪ ના રોજ એ.એસ.આઈ.સુનિલસિંહ દેવીસિંહ, પો.કો.અર્જુન કુમાર પ્રભાકર ભાઈ તથા પો.કો.સંદિપભાઈ પીઠાભાઈ નાઓને વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન માં વિજલપોર ફાટક ગુનાના આરોપી નવસારીમાં છે તેઓ ઉપરોકત રસ્તા પસાર થનાર છે
મળેલ સંયુકત બાતમી હકિકત આધારે નવસારી રીંગ રોડ, તાસ્કંદનગર પાસે વોંચ ગોઠવી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (૧) વિકાસ ઉર્ફે કુન્નો S/O મોહનસીંગ હરીહરસીંગ રાજપુત ઉ.વ.૨૮ ધંધો નોકરી રહે.રૂમ નં.૪, સંતોષનગર મમતા ટોકીઝ, પર્વત ગામ લીંબાયત (ભાડાના રૂમમાં) સુરત શહેર મુળ રહે.નવસ્તાગામ હનુમાન મંદિરની બાજુમાં પોસ્ટ રજરવારા થાણા નાગોદ જી.સતના મધ્યપ્રદેશ તથા (૨) સુરજ ઉર્ફે કાલુ S/O ઓમપ્રકાશ મગઇરામ જેસવાલ ઉ.વ.૨૪ ધંધો નોકરી રહે.રૂમ નં.૧૩૪, ગીતાનગર, ફુલપાડા કતારગામ જી.આઈ.ડી.સી સુરત મુળરહે.નંદોઈ ગામ,પોસ્ટ હિરામણપુર, થાણા સિંધોરા જી.વારાણસી યુ.પી નાઓને ઉકત મોબાઇલ સ્નેચીંગ તેમજ ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશનો અનડીટેક ગુનામાં ઉપયોગમાં લીધેલ એક્સેસ મોપેડ નં.GJ 05 SQ 5224 તથા બે મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા હતા.
આરોપી વિકાસ ઉર્ફે કુન્નો તેમજ સુરજ ઉર્ફે કાલુ પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેમજ જરૂરી તપાસ કરતા આ બંને રીઢા ગુનેગાર અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ તરીકે ખુલાસો થયેલ આરોપી એવા વિકાસ ઉર્ફે કુન્નો સુરત શહેર ના પાંડેસરા પોલીસ સ્ટેશન માં 13 ગુના, ખટોદરા પોલીસ સ્ટેશન માં 2 ગુના, ઉધના પોલીસ સ્ટેશન 2 ગુના, વરાછા પોલીસ સ્ટેશનમાં 2 ગુના, લીંબાયત પોલીસ સ્ટેશનમાં 2 ગુના, કતારગામ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો, વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં 1 ગુનો , સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં 1 ગુનો અને નવસારીના જલાલપોર પોલીસ સ્ટેશન માં 1 ગુનો કુલ 25 ગુનાઓ જુદી જુદી કલમો હેઠળ નોંધાઈ ચુક્યા છે. અન્ય આરોપી એવો સુરજ ઉર્ફે કાલુ નવસારીના જલાલપોર પોલીસ સ્ટેશનમાં 1 ગુનો તેમજ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં 1 ગુનો મળી કુલ 2 ગુનાઓ જુદી જુદી કલમો હેઠળ નોંધાઈ ચુક્યા છે.આ બંને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનને સોંપેલ છે.