હાશ પાંજરે પુરાય: વાંસદા ખાતે એક બાદ એક બાળકીઓ હુમલો કરી ભય ફેલાવનાર દીપડી વનવિભાગે પાંજરે પુરી, મોટીવાલઝર અને ઉપસળ ગામના ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
- Local News
- October 2, 2024
- No Comment
નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ખાતે છેલ્લા એક સપ્તાહ બે ગ્રામ્ય વિસ્તારમાં એક દીપડી ભયનો માહોલ જન્માવ્યો હતો અંદાજે દોઢ વર્ષની દીપડીએ પ્રથમ મોટી વાલઝર અને ઉપસળ આ બે ગામોમાં 6 તેમજ 10 વર્ષીય બે બાળકીઓ ઉપર હુમલો કરનાર અંદાજે દોઢ વર્ષની દીપડીના હુમલાના કારણે દિવસ દરમિયાન તેમજ રાત્રી દરમિયાન ગ્રામજનો છેલ્લા એક સપ્તાહ ઘરમાંથી લોકો એકલા બહાર નીકળવા ડર અનુભવી રહ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે એક દીપડી પાંજરે પુરાય જેને વનવિભાગે તેનો કબજો લઈ વનવિભાગ ખાતે લઈ જઈ જરૂરી ડોક્ટર તપાસ તેમજ જરૂરી કાર્યવાહી હાથ ધરી અને ત્યારબાદ ડાંગ જિલ્લા ના વઘઈ ખાતે રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવશે.

વાંસદાના ઉપસળ ગામે નિશાળ ફળિયા અમરતભાઈ ધનજીભાઈના ઘરની નજીકથી આજે વહેલી સવારે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં દીપડી પુરાઈ હતી. વનવિભાગ અધિકારીઓએ દીપડીનો કબજો લઈ તેને નવતાળ રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડી છે.વાંસદા તાલુકાના મોટીવાલઝર તેમજ ઉપસળ ગામે ત્રણ દિવસમાં બે બાળકી ઉપર દીપડીએ હુમલો કર્યો હતો. જેને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. આ સમગ્ર ઘટનાથી વન વિભાગ દોડતું થયું હતું.
https://youtu.be/WvOydIctTtw?si=4tPNTUPZk1HmUlOQ
રાજયભર માંથી 17 જેટલી ટીમો દ્વારા સર્વે તેમજ દિપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બંને 2 ગામોમાં 20 જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. સીસીટીવી કેમેરા,નાઈટ વિઝન કેમેરા તેમજ ટ્રેપ કેમેરા સહિત ડ્રોન કેમેરાની મદદ લઈને દિપડાને પકડી પાડવાની કવાયત હાથ ધરાઈ હતી.

ગત રાત્રિ દરમિયાન ઉપસળ ગામે ફરીવાર શિકારની શોધમાં આવેલી એક દીપડી પાંજરામાં મુકેલા મારણ કરવા આવતા જ પાંજરે કેદ થઇ હતી. જેની જાણ વહેલી સવારે વન વિભાગના અધિકારીઓને કરવામાં આવી હતી અધિકારીઓએ દીપડીનો કબજો લઈને રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવી છે

વાંસદાના આર.એફ.ઓ ચેતનભાઈ પટેલે સર્વકાલીન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અંદાજે એક વર્ષની પાંજરે પુરાયેલ દિપડીને કબજો લઈ જરૂરી ડોક્ટર તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ નવતાડ ખાતે દીપડાઓ માટે રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે. ત્યાં આ દીપડીને લઈ જવામાં આવશે છે અમને શંકા છે કે આ દીપડીનો પરિવાર પણ કેમેરા સહિત ટીમો ને ધ્યાને આવેલ છે વાંસદા તાલુકાના ઉપસળ સહિત મોટીવાલઝર એક કિલોમીટર આજુબાજુના વિસ્તારમાં હોવો જોઈએ તેને પણ પાંજરે પુરાવા માટે 20 થી વધુ પાંજરા બે ગામની વચ્ચે મૂકવામાં આવ્યા છે સાથે જ અધિકારી અને કર્મચારીની ટીમ દીપડાઓની મુવમેન્ટ ઉપર નજર રાખી રહ્યા છે.હાલમાં પણ ડ્રોન થતા ટ્રેપ કેમરાની મદદ લઈ આ દિપડીના પરિવાર પાંજરે પુરી બંને ગ્રામ્ય વિસ્તારને ભયના માહોલ માંથી મુક્ત કરવાની કામગીરીઓ કરાઈ રહી છે