લાંચમાં મોંધો મોબાઈલ માંગ્યોને ભેરવાયો: નવસારી જિલ્લામાં મરીન પોલીસ સ્ટેશન ફરજ બજાવતા પીઆઈ લાંચમાં નવો આઈફોન મોબાઈલ માંગ્યો,એ.સી.બી છટકું ગોઠવી લાંચમાં માંગેલ મોબાઈલ લેતા રંગેહાથે ઝડપાયો

લાંચમાં મોંધો મોબાઈલ માંગ્યોને ભેરવાયો: નવસારી જિલ્લામાં મરીન પોલીસ સ્ટેશન ફરજ બજાવતા પીઆઈ લાંચમાં નવો આઈફોન મોબાઈલ માંગ્યો,એ.સી.બી છટકું ગોઠવી લાંચમાં માંગેલ મોબાઈલ લેતા રંગેહાથે ઝડપાયો

રાજ્યભરમાં અનેક અધિકારીઓ તથા કર્મચારીઓ વિરૂધ્ધ કામગીરીઓ દરમિયાન લાંચ માંગણીઓ અવારનવાર કરતા હોય તેવા વિરૂધ્ધ એ.સી.બી ફરિયાદ કરવામાં આવતી હોય છે.ફરિયાદ આધારે જરૂરી કાર્યવાહી એ.સી.બી ધ્વારા કરવામાં આવતી હોય છે. અનેક અધિકારીઓ તથા કર્મચારીઓ પકડાતા પણ હોય છે

આવો જ એક કિસ્સો ફરી એકવાર નવસારી જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે નવસારી જિલ્લામાં મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેકટર ધ્વારા એપલનો નવો આઈફોન માંગણી કરતા ફરિયાદ આપવો ન હોય તેને લઈ એ.સી.બી નો સંપર્ક કરી ફરિયાદ અપાતા પી.આઈ એ.સી.બીના છટકામાં ભેરવાઈ ગયા છે.

https://youtube.com/shorts/zk5xdTNeKhc?si=NKCNX_qLW-FZO5EZ

આ ટ્રેપ અંગે જાગૃત નાગરિક એવા ફરિયાદી નવસારી આવેલા ધોલાઈ બંદર ખાતે જતી બોટમાં વપરાતા છૂટક લાઈટ ડીઝલ ઓઇલના વેચાણનો પરવાનો જોઈતો હતો, જેથી ફરિયાદીને પીઆઈએ અસલ પરવાનો લઈને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને તેમજ છૂટક લાઈટ ડીઝલનું વેચાણ કરવું હોય તો મારો વ્યવહાર કરવો પડશે નહીંતર ધંધો બંધ કરાવી દઈશ તેમજ કહી ધમકી આપી હતી. પીઆઈ એ લાંચમાં હાલમાં નવો લોન્ચ થયેલા એપ્પલ કંપનીનો આઈફોન ૧૬ ની તેમણે લાંચ તરીકે માંગ કરી હતી. પરંતુ ફરિયાદીએ એપલ કંપનીનો આઈફોન આપવા માંગતા ન હતા. તેઓ આ લાંચ માંગણીને લઈ એ.સી.બી સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે એ.સી.બી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આજે એ.સી.બી ધ્વારા આ અંગે આજે છટકું ગોઠવવામાં આવ્યું હતું

એ.સી.બી છટકામાં ભેરવાઈ ગયેલ પીઆઈ દિનેશ જમનાદાસ કુબાવત

આ દરમિયાન પીઆઈ દિનેશ જમનાદાસ કુબાવતે ૧,૪૪,૯૦૦ કિંમતનો લાંચ માંગેલ આઈફોન મોબાઈલ સ્વીકાર્યો હતો જેના આધારે રંગે એ.સી.બી છટકામાં હાથ પકડાઈ જતા એસીબી એ ધરપકડ કરી છે. આરોપી એવા પીઆઈ આ અધિકારી ટૂંકા સમયમાં રિટાયર થવાના હતા તે અગાઉ એસીબીમાં તેમની ધરપકડ થતા નવસારી જિલ્લામાં આ એ.સીબી ઘટનાને લઈને પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ ટ્રેપમાં એ.સી.બી પીઆઈ બી.ડી રાઠવા એ કાર્યવાહી નવસારી કચેરી તથા સ્ટાફ આજે ફરિયાદના આધારે એ.સી.બી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.સુપર વિઝન અધિકારી આ એ.સી.બી ટ્રેનની આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ કરવામાં આવી હતી.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *