નવસારી જિલ્લા બાગાયતી ખેડૂત જોગ:બાગાયત ખાતામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં “ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” અંતર્ગત વિવિધ યોજના માટે અરજી કરાશે

નવસારી જિલ્લા બાગાયતી ખેડૂત જોગ:બાગાયત ખાતામાં વર્ષ ૨૦૨૪-૨૫ માં “ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” અંતર્ગત વિવિધ યોજના માટે અરજી કરાશે

બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માં “ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” નવી બાબત તરીકે મંજૂર થયેલ છે. આ કાર્યક્રમ હેઠળના (૧) ક્રોપ કવર (શાકભાજી પાકો માટે) (૨) ક્રોપ કવર/ બેગ (કેળ/પપૈયા પાક માટે) (૩) દાડમ ક્રોપ કવર/ ખારેક બંચ કવર (૪) ફ્રુટ કવર (આંબા, દાડમ, જામફળ, સીતાફળ, કમલમ (ડ્રેગનફ્રુટ) ઘટક માટે તેમજ ચાલુ બાબતના (૧) દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી,ફૂલ તથા છોડના વિકાસ માટે વાહતુક ખર્ચ (૨) હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય તથા (૩) નિકાસકારોને બાગાયતી પાકોના ઈરેડીએશન પ્રક્રિયા માટે સહાય ઘટકમાં ઓનલાઈન અરજી કરવા માટે આઈ-ખેડૂત પોર્ટલ આજે તા.૨૧/૧૧/૨૦૨૪ થી તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. તેથી જિલ્લાના ખેડૂતમિત્રો જે આ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઈ-ગ્રામ કેન્દ્ર મારફતે, સાયબર કાફે અથવા પોતાની જાતે અરજી કરી શકશે.

આ માટે અરજદારે ૮-અ, ૭ અને ૧૨ ની નકલ, જાતિનો દાખલો (અનુ.જાતિ/અનુ.જન જાતિના કિસ્સામાં), આધારકાર્ડની નકલ, IFSC કોડવાળી રાષ્ટ્રીયકૃત બેન્ક પાસબુક,અરજી કર્યાની કોપી સાથે બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે દિન-૭ દિનમાં નીચે જણાવેલ સરનામે રૂબરૂ અથવા ટપાલ મારફત જમા કરાવવાનું રહેશે.

અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી, જૂની જીલ્લા તિજોરી કચેરીની બાજુમાં, પોલીસ ગેટ, મોટા બજાર, નવસારી, તા. જિ. નવસારી પિનકોડ – ૩૯૬ ૪૪૫. ફોન નંબર: (૦૨૬૩૭) ૨૮૧૮૫૮ના સરનામે મોકલવા નાયબ બાગાયત નિયામક નવસારી દ્વારા જણાવાયું છે.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *