નવસારી જિલ્લા બાગાયતી ખેડૂત જોગ:નવસારી જિલ્લાના ખેડૂતો સાવધાન: પીએમ કિસાન યોજનાનો લાભ બંધ થઇ શકે છે

નવસારી જિલ્લા બાગાયતી ખેડૂત જોગ:નવસારી જિલ્લાના ખેડૂતો સાવધાન: પીએમ કિસાન યોજનાનો લાભ બંધ થઇ શકે છે

એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડુતોને આધાર આઇડીની જેમ ફાર્મર આઇડી બનાવવાનું નક્કી કરેલ છે. જેમાં રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે. ફાર્મર આઈડી દ્વારા તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળ બનશે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024 થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. તેમજ ચાલુ મહિનાની 25 તારીખ પહેલા ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવી ફરજિયાત છે. ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે.

જેમાં 25 નવેમ્બર પહેલા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ નોંધણી કરાવવાની રહેશે. વેબ પોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં આ નોંધણી થશે. આ સાથે ખેડૂત જાતે પણ નોંધણી કરી શકશે. જેમાં તમામ ખેડૂતો નોંધણી કરાવવી ફરજીયાત છે. રજીસ્ટ્રશન કરાવવા માટે ખેડુતે આધાર કાર્ડ,આધારથી લિન્ક મોબાઇલ,સર્વે નંબર (૭/૧૨ અને ૮ અ નકલ) આધાર પુરાવા સાથે લઇ જવાના રહેશે. સાથે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વીસીઈનો સંપર્ક કરવાનો રહેશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડુતોને સમયસર ફાર્મર આઇડી બનાવવા માટે નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી ડો.અતુલ ગજેરાએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *