ગુજરાતનું ગૌરવ વધાર્યું: આદિવાસી સમાજનું અનમોલ “નારીરત્ન” એટલે ર્ડા. રીટાબહેન પટેલ

ગુજરાતનું ગૌરવ વધાર્યું: આદિવાસી સમાજનું અનમોલ “નારીરત્ન” એટલે ર્ડા. રીટાબહેન પટેલ

મૂળ નવસારી જિલ્લાના ટાંકલ ગામના ર્ડા. રીટાબહેન પટેલે IG તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળ્યો

ર્ડા. રીટાબહેન પટેલ જેઓનું મૂળ વતન નવસારી જિલ્લાનું ટાંકલ ગામ છે. જેઓ સેવાકીય એવા તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે જ ITBP ના પેરા મિલેટરી ફોર્સના કંપની કમાંડર (મેડિકલ) તરીકે દેશસેવાની ફરજમાં જોતરાઇ કુટુંબ સમાજને અનેરૂ ગૌરવ અપાવ્યું છે. આ ફરજ દરમ્યાન વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી અનેક “મેડલ” ના હકદાર પણ બન્યા હતા. જેઓ અરૂણાચલ ખાતે પેરા મિલેટરી ફોર્સમાં DIG તરીકે કાર્યરત હતા. હાલમાંજ તેમણે IG તરીકે પ્રમોશન મેળવી ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળી લીધો છે. ગુજરાત આદિવાસી સમાજ સંભવત ગુજરાત રાજયના પ્રથમ “નારી રત્ન” તરીકે સમગ્ર રાજય, સમાજ, કુટુંબ અને ગામને અનેરૂ ગૌરવ અપાનાર ર્ડા. રીટાબહેનને “સેલ્યુટ” છે. જેઓ ધોડિયા સમાજના પ્રથમ તબીબ એવા સેવાભાવી ર્ડા. ગંભીરભાઇ અને સમાજના પ્રથમ મહિલા ધારાસભ્ય સ્વ.શ્રીમતી અરૂણાબહેનના પુત્રી રત્ન છે. એમના પતિશ્રી શરદકુમાર પણ ITBP માં IG તરીકે ફરજ બજાવે છે.મૂળ નવસારી જિલ્લાના ર્ડા. રીટાબહેનને સમગ્ર નવસારી જિલ્લા તથા ધોડિયા સમાજ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *