નવસારીના કછોલ ગામે “અતિરુદ્ર મહાયજ્ઞ”ના ત્રીજા દિવસે વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી નર્મદેશ્વર શિવલિંગ પર જળાભિષેક કરી યજ્ઞમાં આહુતિ આપી

નવસારીના કછોલ ગામે “અતિરુદ્ર મહાયજ્ઞ”ના ત્રીજા દિવસે વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી નર્મદેશ્વર શિવલિંગ પર જળાભિષેક કરી યજ્ઞમાં આહુતિ આપી

નવસારી જિલ્લાના કછોલ ગામ સ્થિત કૈલાશ ફાર્મ ખાતે શ્રીમતી કૌશલ્યાબેન પ્રભુમલ લાલવાણી ટ્રસ્ટ દ્વારા આયોજિત “અતિરુદ્ર મહાયજ્ઞ”માં ત્રીજા દિવસે વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નર્મદેશ્વર શિવલિંગ પર જળાભિષેક કરી નવ ગ્રહયજ્ઞમાં આહુતિ આપી હતી. આ પ્રસંગે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સહિત વિવિધ મહાનુભાવો મંત્રી સાથે વિશેષ હાજર રહ્યા હતા. “અતિરુદ્ર મહાયજ્ઞ”માં મંત્રી મુકેશભાઈ પટેલે તથા ઉપસ્થિત મહાનુભાવોએ યજ્ઞશાળાના હવનકુંડ પર બિરાજેલા દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પંડિતો અને બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે, આજે “અતિરુદ્ર મહાયજ્ઞ”માં હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું એ મારા જીવન માટે અલૌકિક ચેતનાની ક્ષણ બની છે. મંત્રીશ્રીએ નવસારીમાં પ્રથમવાર આયોજિત થયેલ “અતિરુદ્ર મહાયજ્ઞ” દ્વારા લોકોને આદ્યાત્મિક ઉર્જાની અનુભૂતિ સાથે દિવ્ય અવસર બની રહે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે શ્રીમતી કૌશલ્યાબેન પ્રભુમલ લાલવાણી ટ્રસ્ટ દ્વારા “અતિરુદ મહાયજ્ઞ”નું સુંદર આયોજન કરી જનજન સુધી મહાદેવના આશીર્વાદ પહોંચડાવાની વિશેષ લોકસેવાને બિરદાવી હતી.

“અતિરુદ્ર મહાયજ્ઞ” આદ્યાત્મિક ઉર્જાની અનુભૂતિ કરાવે છે: વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *