
પંચ દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞ: નવસારીના ઈતિહાસીક તેમજ અલૌકિક અતિરુદ્ર મહાયજ્ઞમાં ચોથા દિવસે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આહુતી અને પૂજન અર્ચન કર્યા
- Local News
- November 24, 2024
- No Comment
નવસારી શહેર અને અડીને આવેલા કછોલ ગામ ખાતે જાણીતા ઉદ્યમી અને રાજકારણી પ્રેમચંદ ભરભુમલ લાલવાણી પરિવાર દ્વારા પાંચ દિવસ માટે અતિ રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે ચોથા દિવસે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહી યજ્ઞ મંડપમાં નર્મદેશ્વર શિવલિંગ પૂજન તેમજ અર્ચન અને અતિરુદ્ર મહાયજ્ઞ સાથે ચાલી રહેલ યજ્ઞમાં આહુતિ આપી હતી.
નવસારી સાંસદ સી.આર.પાટીલની સાથે નવસારીના ધારાસભ્ય રાકેશ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિત ભાજપના આગેવાનો દ્વારા પણ આહુતિ આપવામાં આવી હતી. 21 મી નવેમ્બરથી શરૂ થયેલો આ મહાયજ્ઞ આવતીકાલ સુધી સૌ કોઈ ધાર્મિક લોકો માટે ખુલ્લો છે જેમણે નોંધણી કરાવ્યા બાદ યજ્ઞમાં આહુતિ આપી શકાય છે જેમાં બીજા દિવસે કથાકાર મોરારીબાપુ એ પણ હાજર રહી યજ્ઞ આહુતિમાં ભાગ લીધો હતો.
ગઈકાલે એટલે કે ત્રીજા દિવસે આ મહાયજ્ઞમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ તેમજ ચોર્યાસી વિધાનસભાનાં ધારાસભ્ય સંદિપ દેસાઈ એ પૂજન અર્ચન તેમજ યજ્ઞમાં આહુતિ આપી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આજે ચોથા દિવસે નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના મંત્રી સી.આર પાટીલ સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ યજ્ઞ નો લાભ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
યજ્ઞએ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે, આપણા હિંદુ ધર્મમાં જેટલી મહાનતા યજ્ઞને આપવામાં આવી છે, તેટલી મહાનતા બીજા કોઈ પણ ને આપવામાં આવી નથી. આપણું કોઈ પણ શુભકાર્ય યજ્ઞ વિના પરિપૂર્ણ થતું નથી. નવસારી શહેરના જાણીતા વ્યાપારી અને રાજકારણી પ્રેમચંદ લાલવાણી પરિવાર દ્વારા કછોલ ગામે અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે યજ્ઞ આવતી કાલે પાંચમાં દિવસે પૂર્ણ થવા જઈ રહ્યો છે.
શું આ યજ્ઞ વિશેષતા અને મહત્વ
અતિરુદ્ર મહાયજ્ઞ હિંદુ ધર્મમાં એક વિશિષ્ટ અને શ્રેષ્ઠ યજ્ઞ છે, આ યજ્ઞ શિવજીને સમર્પિત છે. આ યજ્ઞને વૈદિક પરંપરાનું મહત્વપૂર્ણ ઘટક તરીકે માનવામાં આવે છે અને આ યજ્ઞનો ઉદ્દેશ સુઃખ શાંતિ, સમૃદ્ધિ, અને જીવનના તમામ કષ્ટોના નાશ માટે ભગવાન શિવજી કૃપા પ્રાપ્ત કરવાનું છે.
શાંતિ અને સુખ માટે: અતિરુદ્ર યજ્ઞ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે એક વિશિષ્ટ વિધિ છે, જેનાથી શાંતિ અને માનસિક રીતે તેમજ અતિવૃષ્ટી તેમજ અનાવૃષ્ટી ન થાય અને વાતાવરણમાં સંતુલન પ્રાપ્ત થાય છે.
કાર્મિક ક્લેશોનું નાશ: આ યજ્ઞ કરવાથી માનવીય જીવનમાં થયેલા જાણે અજાણે થયેલા પાપોનો નાશ થાય છે અને સુખમય જીવન માટે માર્ગ પ્રસ્થાપિત થાય છે.
આધ્યાત્મિક ઉન્નતિ: યજ્ઞમાં થતા મંત્રોચ્ચાર ના શ્રાવણ સૂક્તમ, રુદ્રમ અને શિવના અન્ય મંત્રોથી ભરેલું છે, જે આધ્યાત્મિક ઉન્નતિમાં સહાયક થાય છે.
કોઈ ખાસ કાર્ય માટે: ધર્મ,આરોગ્ય,સંપત્તિ, અને સામાજિક કલ્યાણ માટે પણ અતિરુદ્ર યજ્ઞ કરવામાં આવે છે.
શા માટે કરવામાં આવે છે?
વૈશ્વિક કલ્યાણ માટે: વૈશ્વિક શાંતિ, કુદરતી સંકટોનું નિવારણ, અને પર્યાવરણમાં સંતુલન માટે આ યજ્ઞ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ યજ્ઞ થકી ઓઝોન વાયુ પડેલ ગાબડાઓ પુરાય છે તેમજ આજુબાજુ તમામ વિસ્તાર સુ:ખદ શાંતિ સહિત વ્યાપાર અને રોજગારમાં ઉન્નતિ આવે છે
માનવીય જીવનની સમસ્યાઓ માટે: વ્યક્તિગત મુશ્કેલીઓ, આરોગ્ય સમસ્યાઓ, અને નકારાત્મક ઉર્જાને દુર કરવા માટે આ યજ્ઞ કરવામાં આવે છે.
દૈવિક આશીર્વાદ માટે: ભગવાન શિવ તેમજ શકિત ની કૃપા મેળવવા અને જીવનમાં શ્રેષ્ઠતાના અભાવ દૂર કરવા માટે આ યજ્ઞ મહત્વપૂર્ણ થઈ બની રહે છે
વિધિ અને માહાત્મ્ય:
અતિરુદ્ર યજ્ઞમાં શતચંડી અથવા રુદ્રમ પાઠના 11 જેટલા આવર્તન કરવામાં આવે છે.મોટા પ્રમાણમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર થાય છે, અને શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે.આ યજ્ઞમાં અગ્નિહોત્ર, મંત્રોચ્ચાર અને દાનનું વિશેષ મહત્વ છે.
આધ્યાત્મિક પ્રભાવ:
અતિરુદ્ર યજ્ઞનું મુખ્ય લક્ષ્ય મનુષ્યના ચિત્ત અને આત્માની શુદ્ધિ છે. તે માનવામાં આવે છે કે આ યજ્ઞ કરવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને મનુષ્ય પર શિવજીનો આશીર્વાદ સતત રહે છે.
કહેવાય છે કે જગત એટલે શિવ તત્ત્વો આધારિત શિવપુરાણના બીજા તથા ત્રીજા અધ્યાયમાં ઉલ્લેખ છે કે ત્રી શબ્દ ની સાર્થકતા ઓમ તત્વ મશી છે એટલે બ્રહ્માંડ માં જેટલા યે તત્વો છે તે શિવ સ્વરૂપે છે ત્યારે રુદ્ર નો પ્રયોગ એટલે શિવને રાજી કરવા માટે થતો તો હોય છે અતિરુદ્ર એટલે શિવ અને શક્તિ ને આહવાન કરવાનો સીધો પ્રયોગ છે આ પ્રયોગ કરવાથી શિવ એટલે કુદરતની કૃપા સીધે સીધી પ્રાપ્ત થાય છે
અતિ રુદ્ર મહાયજ્ઞની શરૂઆત કરતા પહેલા કછોલ ગામે તેમના ફાર્મ હાઉસના સમગ્ર પરિસરને ગીર ગાયના છાણ અને મૂત્રથી પવિત્ર કરવામાં આવ્યું છે. આ પરિસરમાં છેલ્લા એક મહિનાથી ગીર ગાયોને ચરવા માટે છોડવામાં આવી હતી, જેથી આ જગ્યા અતિ પવિત્ર થાય, તેમજ ફળને કાંટા ના હોય તેવા ફળના ઝાડનો ઉપયોગ કરી અહીં તેમની માફી માંગીને ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેમજ ઋષિકાળમાં જે રીતે મંડપ નો ઉપયોગ કરાતો હતો તેઓ જ મંડપ અહીં ઉભો કરવામાં આવ્યો છે અને આ મંડપમાં તેમજ પરીસરને સંપૂર્ણ રીતે પવિત્ર કર્યા બાદ આજથી અતિરુદ્ર યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે.
આ અતિરુદ્ર યજ્ઞના યજમાન તરીકે પ્રેમચંદભાઈ લાલવાણી પરિવારના સભ્યો મુખ્ય યજમાન રૂપે અલગ પંડાલમાં યજ્ઞમાં આહુતિ આપશે ત્યારબાદ બીજા પંડાલમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તાર આવતા તમામ લોકો કે જેમણે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેવા લોકોને યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ આપવામાં આવશે. આ યજ્ઞમાં બેસતા પહેલા આવનારા તમામ લોકોએ શરીરને પવિત્ર કરવું પડે છે અને ત્યારબાદ ધોતી અને પારંપરિક વેશભૂષા સાથે જ યજ્ઞમાં બેસવામાં દેવામાં આવશે.
આ યજ્ઞ હિન્દુ સંસ્કૃતિ અને આદી કાળથી ચાલતી આવતી રીતે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે આ યજ્ઞમાં સ્વયમ શિવજી હાજરી આપે છે પવિત્ર વાતાવરણની વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર સાથે આ યજ્ઞ કરવા દેશભરમાંથી 350થી વધુ દંડી બ્રાહ્મણો આ યજ્ઞ હાલ ચાલી રહ્યો છે . આ અતિ રુદ્ર મહાયજ્ઞમાં ઓસ્ટ્રેલિયા, લંડન તેમજ નેપાળથી એક એક બ્રાહ્મણ કછોલ ગામે આવ્યા છે. આ યજ્ઞમાં હજારો કિલો ધી તેમજ અન્ય સામગ્રી તથા અંદાજે બે ટન ઓર્ગેનિક કાળા તલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અતિ રુદ્ર મહાયજ્ઞના મુખ્ય બ્રાહ્મણ કમલ વૈદ્ય જણાવ્યા મુજબ , આ યજ્ઞમાં સાક્ષાત શિવજી હાજર રહે છે. આ યજ્ઞનું પુજન 4 વૈદોમાં પણ ચાલી રહ્યું છે. ભારત વર્ષના 4 વેદોના પંડિતો અહી ઉપસ્થિતિ છે, અતિ રુદ્ર પૂજન અતિ દુર્લભ માનવામાં આવે છે. શિવની જ્યારે ઈચ્છા હોય છે ત્યારે કોઈ યજમાન ને સદબુદ્ધિ આપે છે, બધા માટે આ યજ્ઞ કરાવવા માટેની સામર્થતા હોય છે, પરંતુ પાત્રતા હોતી નથી પાત્રતાની પસંદગી સ્વયં શિવજી કરતા હોય છે,અને એ પાત્રતાની પસંદગી યજમાન પરિવારને મળી હતી. તો ભગવાન શિવજીએ અહીં યજમાન પરિવારને નિમિત બનાવ્યા છે, ભારત દેશ અલગ અલગ વિસ્તારો સહિત નેપાલ થી કન્યાકુમારી સુધીના 350 થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞમાં ઉપસ્થિત કછોલ ગામે રહ્યા છે. સાથે દેશની 27 પવિત્ર નદીઓના જળ એકત્ર કરીને 108 જલધારા દ્વારા નર્મદેશ્વર શિવજીના લિંગ ઉપર અભિષેક કરવામાં આવી રહ્યો છે. આ અતિરુદ્ર યજ્ઞ થકી ઋતુમાં અતિવૃષ્ટિ તેમજ અનાવૃષ્ટિ ન થઈ સમાન થશે વાતાવરણમાં સમાન્તા આવે છે
આ યજ્ઞ થકી ઓઝોન વાયું તેમજ વાતાવરણ થયેલ ફેરફાર ઉપર મહદઅંશ અંકુશ માં આવશે તેમજ સુખ શાંતિ યજમાન તેમજ આજુબાજુના તમામ વિસ્તાર ફેલાશે