
અપની મીટ્ટી અપના ખેલ: નવસારીમાં પ્રથમ વખત બે દિવસ માટે ડે-નાઇટ કબડ્ડી ઓપન ટુર્નામેન્ટની શરૂઆત થઈ, નવસારીના લોકોમાં કબડ્ડી પ્રત્યે યુવાનો જાગૃત થાય તેવો ટુર્નામેન્ટનો હેતુ આયોજન કરાયું
- Sports
- December 15, 2024
- No Comment
ભારતભરમાં ઠંડીની શરૂઆત થતા સાથે અનેક રમતો રમવાની શરૂઆત થાય છે. શાળાકીય,કોલેજ સ્પર્ધાઓ કે પછી ખેલ મહાકુંભ થકી અનેક રમતગમત શરૂઆત થતી હોય છે,આવું જ કંઈક નવસારી શહેરમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતાં વિવિધ સ્પોટ એક્ટિવિટીની શરૂઆત થાય છે.જેમાં લુંન્સીકુઇ મેદાન ખાતે ગઈકાલ અને આજે ૧૫ ડિસેમ્બર એમ બે દિવસ કબડ્ડી ઓપન ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે. નવસારીના સાંસદ અને જળશક્તિ મંત્રાલયના મંત્રી સી આર પટેલના પુત્ર જીગ્નેશ પટેલ દ્વારા ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી.
નવસારી જિલ્લા તેમજ રાજ્ય અને દેશ મળીને કુલ 100 જેટલી ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહી છે. દેશના યુવાનો ક્રિકેટ પ્રત્યે ક્રેઝ ધરાવે છે પરંતુ કબડ્ડી ખેલ પ્રત્યે પણ રુચિ લોકોમાં જાગે અને રસ ધરાવતા થાય અને નવી પ્રતિભા બહાર આવકે શહેરમાં રહેતા સારા ખેલાડીઓ દેશ અને દુનિયામાં કાંઠું કાઢે તેવા હેતુથી આ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે.
નવસારીમાં શિવંઅશ કબડ્ડી ઓપન ટુર્નામેન્ટ દ્વારા
નવસારી શહેરના યુવાનો કબડ્ડી પ્રત્યે જાગૃત થાય તેવા હેતુથી હોમ ગ્રાઉન્ડમાં આ ટુર્નામેન્ટ શરૂ થતા ખેલાડીઓ માં ખુશી વ્યાપી છે, ડે નાઇટ ટુર્નામેન્ટમાં આજે ફાઇનલ મેચ યોજવામાં આવશે, જેમાં વિજેતા અને રનર્સ ટીમને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ટુર્નામેન્ટની શરૂઆત જીગ્નેશ પાટીલ સહિત નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ ધારાસભ્ય રાકેશ દેસાઈ, નગરસેવકો અને શહેરના વેપારીઓ પ્રભુ નાગરિકો અને ડીવાયએસપી સંજય કે રાયની આગેવાનીમાં શરૂ કરવામાં આવી છે.
આવો જાણીએ કબડ્ડી ઈતિહાસ તથા રમત વિશે
ભારતમાં એક થિયરી આપણ છે કે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે ‘મહાભારત’નું યુદ્ધ લડાઈ રહ્યું હતું ત્યારે બન્ને તરફના લોકો વિજય માટે લોહી રેડી રહ્યા હતા.એ વખતે અર્જુનના પુત્ર અભિમન્યુ દુશ્મનના મેદાનમાં ઘૂસી ગયા હતા.
તેમનો મૂળ ઉદ્દેશ જેટલા બને તેટલા દુશ્મનોનો સફાયો કરવાનો હતો.દુશ્મનના મેદાનમાં જવું અને ત્યાં બને તેટલા ખેલાડીઓને આઉટ કરીને પરત ફરવું, કબડ્ડીનો એ નિયમ અભિમન્યુએ પાળ્યો હોવાનું મનાય છે.આ રીતે કબડ્ડી અને મહાભારતના પ્રસંગને સરખાવવામાં આવ્યા છે. ભારતીય ગુરુકુળમાં વર્ષોથી વિદ્યાર્થીઓને શારીરિક પરિશ્રમ માટે કબડ્ડી રમાડવામાં આવતી હતી.ભારતમાં કબડ્ડી રમતની શરૂઆત ચાર હજાર વર્ષ પહેલાં થઈ હતી એમ કહીએ તો કંઈ ખોટું નથી
ભારતનાં તમામ રાજ્યોમાં પ્રચલિત રાષ્ટ્રીય લોક રમત એટલે કબડ્ડી.સામા હરીફને ચપળતાથી પકડી લેવાના અને તેવી પકડમાંથી છટકી જવાના મુખ્ય કૌશલ્ય પર રચાયેલી આ રમતમાં શ્વાસ ઘૂંટવો એ પાયાની બાબત છે. બ્રિટિશ શાસનકાળથી ઉત્તર ભારતમાં તે ‘કબડ્ડી’ના નામથી, ચેન્નાઈ તરફ ‘ચેડુગુડુ’ના નામથી, બંગાળમાં ‘દોદો’ના નામથી તથા ગુજરાત-મહારાષ્ટ્રમાં ‘હુતુતુતુ’ના નામથી પ્રખ્યાત છે; તેને પાંચ પ્રકારમાં વહેંચવામાં આવી હતી.
જેમાં ‘સુરંજીવી, જેમિની, અમર, સર્કલ અને ગૂંગી’નો સમાવેશ થાય છે. આ પદ્ધતિમાં આઉટ થયેલ ખેલાડી રમતમાંથી બાકાત થતો હોય છે સામા વાળામાં સજીવન થઈ આ પદ્ધતિ થકી તે રમતમાં ચાલુ રહે છે, પણ સામા પક્ષને ગુણ મળે છે. સંજીવની પદ્ધતિમાં આઉટ થયેલ ખેલાડી સામા પક્ષનો ખેલાડી આઉટ થતાં સજીવન થઈ રમતમાં દાખલ થાય છે.
આ રમતના ગનિમી અને સંજીવની પ્રકારોને નિયમબદ્ધ કરી તેની વ્યવસ્થિત સ્પર્ધા યોજવાનો સૌપ્રથમ પ્રયાસ સાતારા અને પુણેના રમતવીરોએ વર્ષ 1921માં કર્યો હતો. તે પછી હિન્દવિજય જિમખાના, વડોદરાએ વર્ષ 1923માં તથા મહારાષ્ટ્ર શારીરિક શિક્ષણ મંડળ, પુણેએ વર્ષ 1934માં સુધારેલા નિયમો સાથે વ્યવસ્થિત સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું.વર્ષ 1938માં સંજીવની પદ્ધતિ અપનાવી ઇન્ડિયન ઑલિમ્પિક ગેઇમ્સ(નેશનલ ગેઇમ્સ)માં આ રમતનો સમાવેશ થયો અને વર્ષ 1952માં નેશનલ કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી.
વર્ષ 1956માં સ્ત્રીઓ માટે કબડ્ડી સ્પર્ધાઓનો પ્રારંભ થયો હતો તથા વર્ષ 1961માં આંતર યુનિવર્સિટી રમતોમાં તેને સ્થાન મળ્યું હતું.હવે બળ, ચપળતા અને સંઘકાર્યના ખમીરની કસોટી કરતી આ બિનખર્ચાળ રમતની જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ તથા આંતરશાળા, આંતર કોલેજ અને આંતર યુનિવર્સિટી કક્ષાએ વ્યવસ્થિત સ્પર્ધાઓ પુરુષો, સ્ત્રીઓ અને કિશોરો માટે યોજાય છે.
ભારતમાં કબડ્ડી અલગ અલગ પ્રકારે રમવામાં આવે છે.કબડ્ડીના કેટલાક પ્રખ્યાત પ્રકારો છે જેમાં પંજાબી, સંજીવની અને ગામિની છે. કબડ્ડી દક્ષિણ એશિયામાં ખૂબ પ્રખ્યાત છે અને તે બાંગ્લાદેશ અને નેપાળની રાષ્ટ્રીય રમત પણ છે.આ બાદ તો વિશ્વફલક પર કબડ્ડીમાં ભારતે ડંકો વગાડ્યો છે. એશિનય ગેમ્સ સ્પર્ધામાં વર્ષ 1994 હિરોશિમાં, વર્ષ 1998 બંગકોક, વર્ષ 2002 ભુટાન અને વર્ષ 2006માં દોહા ખાતે ભારતે સતત ગોલ્ડ મેડલ જીતી ભારતનો ઝંડો ફરકાવ્યો હતો.ભારતીય કબડ્ડી ટીમે પણ 25-19ના સ્કોર સાથે ઈરાનને હરાવી દેશને વિશ્વ ચેમ્પિયનનો ખિતાબ અપાવી વિશ્વ ફલક ઉપર નામ રોશન કર્યું છે
મેદાનની શું હોય છે ખાસિયત
રમતના આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં, બે ટીમોના સાત ખેલાડીઓ જીતવા માટે એકબીજા સાથે લડે છે અને જેની પાસે સૌથી વધુ પોઈન્ટ છે તે જીતે છે. પુરુષોની મેચોમાં મેદાનનું કદ 10×13 મીટર છે, જ્યારે મહિલાઓ માટે તે 8×12 મીટર છે. દરેક ટીમમાં ત્રણ રિઝર્વ ખેલાડીઓ હોય છે, જેનો ઉપયોગ પરિસ્થિતિના આધારે કરવામાં આવે છે. આ રમત સામાન્ય રીતે 20-20 મિનિટનાં બે ભાગમાં રમાય છે. પ્રથમ ભાગનાં અંતે બંન્ને ટીમ પોતાનું મેદાન બદલે છે અને આ માટે પાંચ મિનિટનો વિરામ રાખવામાં આવે છે.
કબડ્ડી રમવાની પદ્ધતિ
ખેલાડીઓ રમતના મેદાનમાં આવ્યા બાદ ટોસ જીતવાવાળી ટીમનો એક ખેલાડી સામેની વિપક્ષી ટીમમાં મોકલે છે. આ ખેલાડી કબડ્ડી-કબડ્ડી બોલતો બોલતો બોલતો જાય છે અને સામેની ટીમના ખેલાડીઓને આઉટ કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તે પોતાનો શ્વાસ તૂટી ન જાય તેની કાળજી રાખી સતત કબડ્ડી બોલતો રહે છે. શ્વાસ તૂટી જાય એ સ્થિતિમાં તેણે ભાગીને પોતાનાં મેદાનમાં પરત આવી જવાનું રહે છે.શ્વાસ ટકાવી કબડ્ડી-કબડ્ડી બોલી શકે ત્યાં સુધીમાં તેણે પોતાની ચપળતા વાપરી સામેના પક્ષનાં ખેલાડી/ખેલાડીઓને આઉટ કરવાનો પ્રયાસ કરતા રહેવાનું હોય છે.
તે સામેના પક્ષનાં જે ખેલાડીને આઉટ કરી લે તે ખેલાડી મેદાનમાંથી દૂર કરાય છે. એટલે કે તેને આઉટ જાહેર કરાય છે. પણ જો તે પોતે એ સમયમાં સામેના ખેલાડીઓનાં કબજામાં આવી જાય અને કબડ્ડી-કબડ્ડી બોલતો બંધ થઈ જાય તો તેને પોતાને આઉટ ગણાઈ મેદાન બહાર જવું પડે છે. આ પ્રક્રિયા બંન્ને તરફના ખેલાડીઓ વચ્ચે વારાફરતી ચાલતી રહે છે.
કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયા અનુસાર રમતની 4 રીતો
સંજીવની સ્ટાઈલ કબડ્ડીમાં જ્યારે વિરોધી ટીમનો ખેલાડી આઉટ થાય છે ત્યારે બીજી ટીમનો ખેલાડી પાછો આવે છે. આ રમત 40 મિનિટની હોય છે જેમાં બે ભાગ વચ્ચે 5 મિનિટનો વિરામ હોય છે. દરેક ટીમમાં 7 ખેલાડીઓ છે અને અન્ય ટીમના તમામ ખેલાડીઓને આઉટ થવા પર 4 પોઈન્ટ મળે છે.
નવસારીના કબડ્ડી રમતગમત રમનાર
ઇબ્રાહીમ ખાન જણાવે છે કે હું નવસારીનો રહેવાસી છું અને મને આનંદ છે કે હું પ્રથમ વખત મારા હોમ ગ્રાઉન્ડ ઉપર કબડ્ડી રમવા જઈ રહ્યો છું મેં આયોજકોનો ખૂબ આભાર માનું છું કે તેમણે આવું સુંદર આયોજન કર્યું છે. નવસારીમાં યોજાયેલા ટુર્નામેન્ટમાં દેશના અલગ અલગ રાજ્યો હરિયાણા,પંજાબ,મહારાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ માંથી ખેલાડીઓ રમવા માટે અહીં આવ્યા છે.નવસારીમાં ક્રિકેટ સિવાય બીજી કોઈ રમત અત્યાર સુધી રમાય નથી.એટલે પ્રથમ વખત કબડ્ડી ટુર્નામેન્ટ થઈ રહી છે એટલે નવસારીના શહેરીજનો પણ આ ખેલ થી અવગદ થાય તે સારું છે મારું માનવું છે કે નવસારીમાંથી પણ એક નેશનલ પ્લેયર કબડ્ડી માંથી મળે તે જરૂરી છે.
નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ જણાવે છે કે આ કબડ્ડી ટુર્નામેન્ટમાં 50 ટીમો નવસારીની અને 50 ગુજરાત સહિત દેશની અલગ અલગ વિસ્તારની ટીમો રમી રહી છે બે દિવસની આ ટુર્નામેન્ટ છે જેમાં લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે