નવસારી કૃષિ યુનિવર્સિટીને ડીજીટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

નવસારી કૃષિ યુનિવર્સિટીને ડીજીટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

૧૩ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ આસામ સરકારના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના સમર્થન થી ilouge Media દ્વારા આસામના ગુવાહાટી ખાતે યોજાયેલ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કોન્ક્લેવ ૨૦૨૪ (GovConnect) દરમ્યાન નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.ઝેડ. પી. પટેલ ને “NAU AEMS (Agricultural Experiment Monitoring System)” ઓનલાઈન મોનીટરીંગ એપ્લીકેશન માટે ‘Initiative in Agri Tech’ કેટેગરીમાં ડીજીટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.કેશબ મહંતા, માનનીય મંત્રી (Revenue and Disaster Management, Science Technology & Climate Change and Information Technology) આસામ સરકાર આ કાર્યક્રમના મુખ્ય અતિથિ રહ્યા હતા.

યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતા કૃષિક્ષેત્રના વિવિધ સંશોધન કાર્યનું રોજેરોજ નિરીક્ષણ, સરળ દસ્તાવેજીકરણ અને વિસ્તૃત અહેવાલો નો યુનિક અને ડીજીટલ ડેટાબેઝ તૈયાર થઇ શકે તે માટેનો ઓનલાઈન એપ્લીકેશન બનાવવાનો અદ્ભુત અને નવીનતમ વિચાર ડો.ઝેડ.પી.પટેલ ની દેન છે. ડો. પટેલના આ નવીનતમ વિચારને પરિપૂર્ણ કરી કરવાની જવાબદારી યુનિવર્સિટીના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના હેડ શ્રી ચિરાગ નાયકને સોપવામાં આવી અને શ્રી નાયક અને તેમની સમગ્ર આઈ.ટી.ટીમ તેમજ આ કામગીરી અર્થે નિયુક્ત થયેલ કમિટી સભ્યો ના સહયોગ થી ડો.પટેલનું સ્વપ્ન ને સાકાર થયું છે.

હાલ આ ઓનલાઈન એપ્લીકેશનમાં કૃષિ સંશોધન ના કુલ ૧૭૧૫ પ્રયોગો નોંધાયેલા છે, જેમાંથી ૧૪૫૮ સક્રિય પ્રયોગો વિકસિત ઓનલાઈન એપ્લીકેશન દ્વારા રોજેરોજના નિરીક્ષણ અને દેખરેખ હેઠળ છે. અન્ય ૨૫૭ પ્રયોગો નું કાર્ય પૂર્ણ થયેલ છે. નજીકના ભવિષ્યમાં ઓનલાઈન એપ્લીકેશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) તકનીકોને એકીકૃત કરવાની યોજના પણ વિચાર હેઠળ છે. આ અદ્યતન તકનીકોના સમાવેશ થી ડેટા વિશ્લેષણની સચોટતા અને કાર્યક્ષમતામાં વધુ વધારો કરી સંશોધકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને સમાન રીતે વધુ મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન થશે.

આજના ડીજીટલ યુગમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા આ કાર્ય કરવા બદલ એવોર્ડ એનાયત થતા વઘુ મોરપીંછ ઉમેરાયું

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *