ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લામાં પ્રતિબંધિત કૃત્યો કરવા નહીં:અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરી નિયંત્રણો લગાવ્યા
- Local News
- December 16, 2024
- No Comment
આગામી તા. ૧૪-૧૫/૦૧/૨૦૨૫ ના રોજ નવસારી જિલ્લામાં મકરસંક્રાતિ (ઉત્તરાયણ) પર્વની ઉજવણી થનાર છે, ત્યારે જાહેર જનતા, પર્યાવરણ, જાનમાલ અને સંપતિને નુકશાન ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરહિત માટે પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.

મકરસંક્રાતિ (ઉત્તરાયણ) પર્વ દરમિયાન નીચે મુજબના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યા છે.
(૧) કોઇ પણ વ્યક્તિએ જીવનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ રસ્તા/ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાવવા ઉપર
(૨) જાહેર જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર,
(૩) જાહેર જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણી લખી પતંગ ઉડાડવા ઉપર
(૪) કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝડાઓ, વાંસના બંધુઓ લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઇપણ ધાતુના તારના લંગર બનાવીને આમ તેમ શેરીઓ, ગવીઓ, જાહેર રસ્તાઓ ઉપર દોડાદોડી કરવા ઉપર તેમજ ટેલીફોન કે ઇલેકટ્રીકના તાર ઉપર લોખંડ કે કોઇપણ ધાતુના તાર, લંગર (દોરી) નાખવા ઉપર તેમજ તારમાં ભરાયેલા પતંગ કે દોરી કાઢવા ઉપર,
(૫) કોઇપણ વ્યક્તિઓ દ્વારા જાહેર માર્ગ ઉપર ઘાસચારાનું વેચાણ કરવા ઉપર તેમજ જાહેર રસ્તા ઉપર ગાયો/ પશુઓને ધાસચારો નાખી ટ્રાફિક અવરોધ ઉભો કરવા ઉપર,
(૬) કોઇપણ પ્રકારના પ્લાસ્ટિક, પાકા સિન્થેટીક મટીરીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી નાયલોન ચાઇનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટીક ચાઇનીઝ બનાવટના ચાઇનીઝ દોરા તથા આયાતી દોરાની આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કરવા ઉપર તેમજ આવા દોરાનો ઉપયોગ કરી પતંગો ઉડાડવા ઉપર.
(૭) ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ લેન્ટર્ન, સ્કાય લેન્ટર્નના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ વેચાણ સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા કે ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જાહેરનામું સમગ્ર નવસારી જિલ્લાના હદ વિસ્તારમાં તા. ૧૬/૧૨/૨૦૨૪ થી તા. ૧૫/૦૧/૨૦૨૪ સુધી અમલી રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ તથા ૧૩૫ હેઠળ સજાને પાત્ર થશે.