
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામે ફાયરિંગ બટ વિસ્તારમાં તારીખ 20 મી ડિસેમ્બર થી ૩૧મી જાન્યુઆરી સુધી પ્રવેશબંધી જાહેર કરાઈ
- Local News
- December 19, 2024
- No Comment
નવસારી પોલીસની ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન ૪૩ દિવસ માટે રાહદારીઓના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર:ગોળીબાર કે અશ્રુવાયુના અભ્યાસ દરમિયાન ઈજા ન થાય તે માટે જાહેર જનતાએ સાવચેત રહેવું
આવતીકાલથી એટલે કે તા. ૨૦-૧૨-૨૦૨૪ થી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામ સ્થિત ફાયરીંગ બટ ખાતે નવસારી પોલીસ દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે. જેના કારણે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વાય. બી. ઝાલાએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ વિસ્તારમાં રાહદારીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામા અંતર્ગત ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન સુખાબારી ગામ સ્થિત ફાયરીંગ બટના વિસ્તારમાં આજુબાજુના રહીશો તેમજ બહારના કોઈ અનઅધિકૃત વ્યક્તિઓ આ જમીનની હદ વિસ્તારમાં પ્રવેશ કરવા અથવા હદમાં ફરવા કે ઢોર-ઢાંખરને પ્રવેશ આપવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. તા. ૨૦-૧૨-૨૦૨૪ થી તા. ૩૧-૦૧-૨૦૨૫ ના સમયગાળા દરમિયાન સવારે ૬ કલાકથી સાંજે ૬ કલાક સુધી અથવા કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે ૪૩ દિવસ માટે ઉક્ત વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આ સાથે જ ગોળીબાર તથા અશ્રુવાયુના અભ્યાસ દરમિયાન ઈજા ન થાય તે માટે જાહેર જનતાને સાવચેત રહેવા જણાવાયું છે.
આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.